+

બજરંગદળ પર પ્રતિબંધનો વાયદો ખડગેને પડ્યો ભારે, મળી 100 કરોડની લીગલ નોટિસ

કર્ણાટકમાં સત્તા પર આવે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે બજરંગ દળના ચંડીગઢ યુનિટે આ મામલે કોંગ્રેસને માનહાનિની ​​નોટિસ…

કર્ણાટકમાં સત્તા પર આવે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે બજરંગ દળના ચંડીગઢ યુનિટે આ મામલે કોંગ્રેસને માનહાનિની ​​નોટિસ મોકલી છે. સંગઠને 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

વિશ્વ હિંદુ પરિષદે પણ આ નોટિસ પર પ્રતિક્રિયા આપી

બજરંગ દળ ચંડીગઢે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે કોંગ્રેસે બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું છે. તેમજ તેની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદે પણ આ નોટિસ પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ “વૈશ્વિક સ્તરે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની” કિંમત ચૂકવવી પડશે.

ખડગેએ ‘બજરંગ બલી’નો નારા લગાવ્યો

કર્ણાટકમાં ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ચરમસીમાએ છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘જય બજરંગ બલી’ના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત અને અંત કરતા હતા, હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ‘જય બજરંગ બલી’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું છે.

Whatsapp share
facebook twitter