+

દેશનું આ રાજ્ય જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ પર 5 ટકા GST વસૂલશે નહીં

દેશમાં એક તરફ લોકો મોંધાવારીના મારથી ત્રસ્ત છે. ત્યારે જીવન જરુરિયાતની ચાજ વસ્તુઓ પર લાગેલા 5 ટકા GST મુદ્દે દેશના આ રાજ્યએ આગવું પગલું ભર્યું છે. કેરળના નાણામંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર 1 કે 2 કિલોના પેકેટમાં અથવા કુડુમ્બશ્રી જેવી સંસ્થાઓ દ્વારા અથવા નાની દુકાનોમાં વેચાતી વસ્તુઓ પર ટેક્સ વસૂલશે નહીં.આ નિર્ણયથી કેન્દ્ર સરકાર સાથે વિવાદ થઈ શકેઆવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વàª
દેશમાં એક તરફ લોકો મોંધાવારીના મારથી ત્રસ્ત છે. ત્યારે જીવન જરુરિયાતની ચાજ વસ્તુઓ પર લાગેલા 5 ટકા GST મુદ્દે દેશના આ રાજ્યએ આગવું પગલું ભર્યું છે. કેરળના નાણામંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર 1 કે 2 કિલોના પેકેટમાં અથવા કુડુમ્બશ્રી જેવી સંસ્થાઓ દ્વારા અથવા નાની દુકાનોમાં વેચાતી વસ્તુઓ પર ટેક્સ વસૂલશે નહીં.

આ નિર્ણયથી કેન્દ્ર સરકાર સાથે વિવાદ થઈ શકે
આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાદવાના નિર્ણય સામે વધી રહેલા વિરોધ વચ્ચે, કેરળ સરકારેતાજેતરમાં સરાહનીય પગલું ભરતા જણાવ્યું હતું કે કુડુમ્બશ્રી અથવા નાના સ્ટોર્સ સામાજીક સંસ્થાઓ દ્વારા 1 કે 2 કિલોના પેકેટમાં વેચવામાં આવતી વસ્તુઓ પર ટેક્સ વસૂલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. રાજ્યના નાણામંત્રી કેએન બાલગોપાલે કેરળ વિધાનસભામાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી કેન્દ્ર સરકાર સાથે વિવાદ થઈ શકે છે પરંતુ રાજ્યસરકાર સમાધાન કરવા તૈયાર નથી.
 
ઘણા નાના દુકાનદારો અને મિલરો પાસે પહેલેથી જ વેચાણ માટે સામાન તૈયાર
મંત્રી બાલગોપાલે વિધાનસભામાં જણાવ્યું હતું. અમે આ બાબતે સમાધાન કરવા તૈયાર નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે તેના સ્ટેન્ડ વિશે કેન્દ્રને પહેલેથી જ પત્ર લખ્યો છે. મંત્રી બાલગોપાલે વધુમાં કહ્યું, “ગઈકાલે  કેરળ સી.એમ.ઓ તરફથી આ બાબતો વિશે કેન્દર સરકારને પત્ર લખ્યો છે. રાજ્ય સરકાર નાના વેપારીઓ અને નાની દુકાનો પર આ કરનો બોજ લાદવાનો ઈરાદો નથી. આના પર કોઈ દલીલ થઈ શકે નહીં.”શ્રી વિજયને ધ્યાન દોર્યું હતું કે ઘણા નાના દુકાનદારો અને મિલરો પાસે પહેલેથી જ વેચાણ માટે સામાન તૈયાર છે જેથી કરીને ગ્રાહકો તેને વજન અને પેક કરવામાં સમય પસાર કરવાને બદલે સરળતાથી શેલ્ફમાંથી ખરીદી શકે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી
કેરળ સરકારની કુડુમ્બશ્રી, એક મહિલા સ્વ-સહાય જૂથ, દેશની સૌથી મોટી મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ્સમાંથી એક ગણવામાં આવે છે. તે નાના પાયે ફૂડ પ્રોસેસિંગ એકમો અને અન્ય વિવિધ સાહસો ચલાવે છે. આ બાબત વિશે ખુલાસો આપતા શ્રી બાલગોપાલે જણાવ્યું હતું કે બ્રાન્ડેડ કંપનીઓએ પેકેજ્ડ પ્રોડક્ટ્સ પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ જો તેઓ પેકેજિંગમાં ઉલ્લેખ કરે છે કે તેઓ “બ્રાન્ડનો દાવો નથી કરતી”  તેથી તેના પર ટેક્સ લાગતો નથી. કેન્દ્ર સરકારે આવી બ્રાન્ડની આવી ટેક્સચોરી કંપનીઓને પકડવા માટે આ નિયમો લાવ્યા છે, પરંતુ હજુ પણ તેના નિયમનમાં હજુપણ મૂંઝવણ પડી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને આવશ્યક ચીજવસ્તુઓ પર GST વસૂલવાના મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી પણ કરી છે, તેમણે દલીલ કરી છે કે આ પગલાથી સામાન્ય લોકોના બજેટ પર ગંભીર અસર પડશે.
Whatsapp share
facebook twitter