+

કર્ણાટકમાં 3 દિવસ સ્કૂલો-કોલેજો રહેશે બંધ, 144મી કલમ લગાવાઈ

કોલેજને વિદ્યાર્થીઓએ બનાવ્યો અખાડો કર્ણાટકમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. એકતરફ હાઈકોર્ટમાં સુનાવણી તો બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને પોતાનો વિરોધ દર્શાવ્યો તો બીજી તરફ હિન્દુ વિદ્યાર્થિનીઓએ ભગવો ધારણ કરીને વિરોધ કર્યો હતો. અરજદારની અરજી પર સુનાવણીહાઈકોર્ટમાં સુનાવ
કોલેજને વિદ્યાર્થીઓએ બનાવ્યો અખાડો 
કર્ણાટકમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. એકતરફ હાઈકોર્ટમાં સુનાવણી તો બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને પોતાનો વિરોધ દર્શાવ્યો તો બીજી તરફ હિન્દુ વિદ્યાર્થિનીઓએ ભગવો ધારણ કરીને વિરોધ કર્યો હતો. 
અરજદારની અરજી પર સુનાવણી
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટીસે અવલોકન કર્યું કે ‘અમે લાગણીઓથી નહી પરંતુ સંવિધાનને ધ્યાનમાં રાખી કામ કરીએ છીએ. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કુરાન મંગાવી અને તેના આધાર પર સુનાવણી હાથ ધરી. સુનાવણી દરમિયાને જજે પૂછ્યું કે ‘કુરાનમાં હિજાબ જરૂરી છે તેવો ઉલ્લેખ છે?’, ત્યારે અરજદારના એડવોકેટે કહ્યું કે- ‘કુરાનની આયત 24.31 અને 24.33માં હેડ સ્કાફની વાત કરવામાં આવી છે અને જણાવાયું છે કે તે કેટલું જરૂરી છે.
શું છે વિવાદ?
કર્ણાટકના ઉડ્ડિપીમાં MGM કોલેજમાં વિદ્યાર્થીઓના સંગઠનો વચ્ચે હિજાબ પહેરવા મુદ્દે વિવાદ થયો છે.  વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને પહોંચી હતો તો ક્લાસમાં તેમને એન્ટ્રી આપવામાં આવી નહોંતી. કોલેજના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની પરવાનગી ન આપી. ભારે વિવાદ બાદ કોલેજ હાલ બંધ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રીએ કોલેજ માન્ય ડ્રેસ કોડને અનુસરવાની વાત કરી હતી. સ્થાનિક ધારાસભ્યના દબાણ બાદ યુવતીઓને રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે.
હિજાબ વિવાદ આક્રમક બન્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો પ્રદર્શન દરમિયાન પથ્થરબાજી કરી રહ્યા છે, એક અન્ય વાયરલ વીડિયોમાં મુસ્લિમ મહિલા નારા લગાવી રહી છે, તો સામે હિન્દુ યુવકો પણ સુત્રોચ્ચાર કરી રહ્યા છે. 1 જાન્યુઆરીએ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.
Whatsapp share
facebook twitter