- કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ દાખલ કર્યો
- MUDA પ્લોટ ફાળવણી મામલે કેસ દાખલ કરાયો
કર્ણાટક (Karnataka)ના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે કર્ણાટક (Karnataka)ના લોકાયુક્તે રાજ્યના CM અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત છે. કોર્ટના આદેશ બાદ CM સિદ્ધારમૈયા અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે આ સમગ્ર મામલો?
કર્ણાટક (Karnataka)ના CM સિદ્ધારમૈયા તેમની પત્ની બીએમ પાર્વતીને MUDA દ્વારા 14 જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિના આરોપોનો સામનો કરી રહ્યા છે. એવો આરોપ છે કે કર્ણાટક (Karnataka)ના CM ની પત્નીને તમામ નિયમોની અવગણના કરીને 2011 માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત રીતે 14 હાઉસિંગ સાઇટ્સ આપવામાં આવી હતી. રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે અને CM સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી રહી છે.
આ પણ વાંચો : Jharkhand : ટ્રેન પાટા પરથી ઉતરી, રેલવે ટ્રેક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત, હટિયા અને ગોડ્ડા એક્સપ્રેસ રદ
કોણ છે આરોપીઓ?
લોકાયુક્ત દ્વારા નોંધાયેલા કેસમાં સિદ્ધારમૈયાને આરોપી નંબર વન, તેમની પત્ની બીએમ પાર્વતીને આરોપી નંબર બે, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામીને આરોપી નંબર ત્રણ અને દેવરાજુને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમની પાસેથી મલ્લિકાર્જુન સ્વામીએ જમીન ખરીદી હતી અને ભેટમાં આપી હતી.
આ પણ વાંચો : Delhi ના ઘણા વિસ્તારોમાં આગામી 6 દિવસ માટે કલમ 163 લાગુ, પોલીસ એલર્ટ મોડ પર, જાણો કારણ
શું છે સિદ્ધારમૈયાની દલીલ?
આ સમગ્ર મુદ્દે કર્ણાટક (Karnataka)ના CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, MUDA મામલે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે વિપક્ષ તેમનાથી ડરી ગયો છે. સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કહ્યું છે કે તપાસના આદેશ છતાં તેઓ CM પદ પરથી રાજીનામું નહીં આપે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ રાજીનામું આપશે નહીં કારણ કે તેમણે કોઈ ખોટું કર્યું નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ આ કેસ કાયદાકીય રીતે લડશે.
આ પણ વાંચો : સમયસર ફી જમા ન કરાવી શક્યો યુવક, ગુમાવી IIT સીટ, હવે સુપ્રીમ કોર્ટે આપી છે મોટી રાહત…