Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજા રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર એટલે દ્વારકા મંદિર

11:04 AM May 01, 2023 | Vipul Pandya
ભારતના તમામ ધાર્મિક સ્થળોમાં પ્રસિદ્ધ તીર્થધામ મનાય છે દ્વારકા મંદિર. દ્વારકા મંદિર અનેક યુદ્ધ અને પૌરાણિક ગાથાનું સાક્ષી છે.  દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભુમિ પણ કહેવાય છે. દ્વારકાની ગણકતરી ચાર ધામમાં પણ કરાય છે. ગોમતી નદીના તટ પર સ્થિત દ્વારકા મંદિરને રણછોડરાયજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.  દ્વારકાને શ્રકૃષ્ણનું સામ્રાજ્ય કહેવાય છે અને દ્વારકા ભુમિને પવિત્ર ભુમિ કહેવાય છે. મહેમુદ બેગડાએ આક્રમણ કરીને અને ત્યારબાદ અંગ્રેજોએ  મંદિરને નુકશાન પહોંચાડ્યું હતું પણ ત્યારબાદ અંગ્રેજોએ મંદિરનું સમારકામ કરાવ્યું હતું.  દરિયા કિનારે આવેલું આ મંદિર ગ્રેનાઇટથી બનાવેલું છે અને નાગર શૈલીનું આ મંદિર પાંચ માળનું છે અને સાત સ્તંભથી બનેલું છે.