+

Kannauj: આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર એક ગંભીર અકસ્માત; 4 લોકોના મોત, અનેક ઘાયલ

Kannauj: ઉત્તર પ્રદેશથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હાઈવે પર એક બસ ડિવાઇડર તોડીને બીજા…

Kannauj: ઉત્તર પ્રદેશથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હાઈવે પર એક બસ ડિવાઇડર તોડીને બીજા રસ્તે ચાલતા ટ્રકને અથડાઈ ગઈ હતી. નોંધનીય છે કે, આ બસમાં સવાર 40 લોકો સહિત ટ્રક ચાલક અને ઓપરેટરને ઇજા થઇ હતી. ગોરખપુરથી દિલ્હી જતી વખતે બસને થથિયાના 208 કિમીના અંતરે પિપ્રૌલી ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવર સ્લીપ થઈ જવાને કારણે બસ ડિવાઈડર તોડીને બીજી તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી.

ચાર લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા

નોંધનીય છે કે, બસમાં સવાર મુસાફરો સહિત એક ટ્રક ચાર અને ઓપરેટર ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને પ્રાથમિક સારવાર માટે મેડિકલ કોલેજ તિર્વોમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં ચાર લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 32 જેટલા ઘાયલોની સારવાર ચાલી રહી છે. મૃતકોના પંચનામા ભર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોનું મોત થયું છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતાની સાથે જ અધિક પોલીસ અધિક્ષક ડો.સંસાર સિંહ, સીઓ ડો.પ્રિયંકા વાજપેયી અને થથિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુપેડાના જવાનોની મદદથી ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. દસથી વધુ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને કાનપુર રિફર કરવામાં આવ્યા છે. તે તમામની હાલત નાજુક છે. મૃતકોની ઓળખ થઈ રહી નથી. પોલીસ તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા, જાણો કોને મળ્યા પુરસ્કાર…

આ પણ વાંચો: Aligarh : અમે એવું તાળું લગાવ્યું છે કે, ‘રાજકુમારો’ને નથી મળી રહી ચાવી, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર…

આ પણ વાંચો: આ અમેરિકન કંપનીનો ભારત મોટો મોટો પ્લાન! 5 લાખ લોકોને આપશે ઉંચા પગારની નોકરી, TATA સાથે ખાસ સંબંધ

Whatsapp share
facebook twitter