મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે કંગના રનૌત બીફ અને રેડ મીટ ખાય છે, જે બાદ હિમાચલની મંડી સીટથી બીજેપીના લોકસભા ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) બીફ પર વધી રહેલા વિવાદ પર સ્પષ્ટતા આપી છે. કંગના રનૌતે (Kangana Ranaut) બીફ અને રેડ મીટ ખાવા પર પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે. કંગનાએ કહ્યું છે કે તે બીફ કે રેડ મીટ નથી ખાતી અને અભિનેત્રીએ આ બધી વાતોને ખોટી ગણાવી છે. હવે કંગનાએ હિમાચલમાં ‘બીફ’ પર થઈ રહેલી રાજનીતિ પર પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું…
કોંગ્રેસ નેતાના આરોપો પર કંગના રનૌત ગુસ્સે છે…
પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કંગના રનૌતે (Kangana Ranaut) બીફ અને રેડ મીટ પર કરવામાં આવેલા દાવાઓને શરમજનક ગણાવ્યા અને કહ્યું કે લોકો તેની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંગના રનૌતે (Kangana Ranaut) તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ટ્વિટર પર બીફ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા પર નિશાન સાધ્યું છે. કંગનાએ લખ્યું, ‘હું બીફ કે કોઈપણ પ્રકારનું રેડ મીટ નથી ખાતી, તે શરમજનક છે કે કોઈ પણ પુરાવા વિના મારા વિશે સંપૂર્ણ રીતે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.’
કંગના રનૌતે બીફ પર સ્પષ્ટતા કરી…
આ ટ્વીટ પર વધુ સ્પષ્ટતા આપતા બોલિવૂડ ક્વીન કંગના રનૌતે (Kangana Ranaut) લખ્યું, ‘હું દાયકાઓથી યોગિક અને આયુર્વેદિક જીવનશૈલી વિશે વાત કરી રહી છું. મારી ઇમેજને ખરાબ કરવાની આવી યુક્તિઓ કામ નહીં કરે… મારા લોકો મને સારી રીતે ઓળખે છે અને તેઓ જાણે છે કે હું હિંદુ છું અને આવા કોઈ ખોટા સમાચાર કે અફવા તેમને ક્યારેય ગેરમાર્ગે દોરી શકે નહીં, જય શ્રી રામ.
ગોમાંસ પર વિવાદ…
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતે (Kangana Ranaut) તાજેતરમાં કહ્યું હતું કે તે બીફ ખાય છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વડેટ્ટીવારે કહ્યું, ‘બીજેપીએ કંગનાને ટિકિટ આપી, જેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેને બીફ ગમે છે અને તે ખાય છે.’ અભિનેત્રી જ્યારથી રાજકારણમાં આવી છે ત્યારથી તે સમાચારોમાં છે.
આ પણ વાંચો : High Court ની મહત્વની ટિપ્પણી, હિન્દુ લગ્નો માટે કન્યાદાન જરૂરી નથી, એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી…
આ પણ વાંચો : Delhi liquor scam : દિલ્હી દારૂ કૌભાંડમાં વધુ એક AAP ધારાસભ્ય પર ગાળિયો કસાયો, ED એ પાઠવ્યું સમન્સ…
આ પણ વાંચો : Delhi Airport : IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મુસાફરોની ધરપકડ…