Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢ કેશોદ એરપોર્ટ આવતીકાલથી નહીં થાય શરૂ, ઉદ્ઘાટનની નવી તારીખ થશે જાહેર

04:28 AM Apr 17, 2023 | Vipul Pandya

ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે છેલ્લા કેટલાય સમયથી હલચલ થઇ રહી હતી ત્યારે કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આવતીકાલે 12 માર્ચે એરપોર્ટનું ઉદ્ઘાટન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતી કાલે તા.12 માર્ચના કેશોદ એરપોર્ટ પરથી પ્રથમ સીધી મુંબઇની ફલાઈટ ઉડાન ભરવાની હતી પરંતુ આ તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. 
દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી કરશે નવી તારીખ જાહેર 
કેશોદ એરપોર્ટ ઉદ્ઘાટન કાર્યક્રમ રદ્દ થવા પાછળ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીયોને યુક્રેન થી પરત લાવવાની વ્યસ્ત છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમને લીધે રદ્ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સંજોગોવશાત એરપોર્ટ ઉદ્ઘાટનનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે ત્યારે હવે ફરીથી દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવશે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ઉદ્યોગને સારો વેગ મળશે.