+

કોંગ્રેસ સાંસદ જયરામ રમેશનની ટિપ્પણી પર જે.પી નડ્ડાએ આપ્યો વળતો જવાબ

દિલ્હીમાં નવા સંસદ ભવનની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વિપક્ષ દ્વારા આ અંગે પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. નવા સંસદ ભવન અંગે વિપક્ષ ટિકા ટિપ્પણીઓ કરવામાંથી બાકાત રહેતુ નથી.…

દિલ્હીમાં નવા સંસદ ભવનની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વિપક્ષ દ્વારા આ અંગે પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. નવા સંસદ ભવન અંગે વિપક્ષ ટિકા ટિપ્પણીઓ કરવામાંથી બાકાત રહેતુ નથી. ત્યારે કોંગ્રેસના નેતા અને સાંસદ જયરામ રમેશને નવા સંસદ ભવનની ટીકા કરવા અંગે જે.પી નડ્ડાએ વળતો પ્રહાર કર્યો છે.

 

કરોડો ભારતીયોનું અપમાન છે- જે.પી નડ્ડા

કોંગ્રેસના નેતા અને સાંસદ જયરામ રમેશે તાજેતરમાં નવી સંસદ ભવન અંગે સોશિયલ મીડિયા સાઇટ (અગાઉ ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં કોંગ્રેસના નેતાએ નવી સંસદ ભવન વિશે ટિપ્પણી કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જયરામ રમેશની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટનો જવાબ આપતાં કહ્યું કે આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું અપમાન છે.

 

 

નવા સંકલ્પ સાથે નીકળી રહ્યા છીએ- PM મોદી

મહત્વનું છે કે કે સંસદના વિશેષ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીને નવા સંસદ ભવન ખાતે ખસેડવામાં આવી હતી. જૂના સંસદ ભવનનાં વિદાય સમારંભના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. તે આપણને લાગણીશીલ બનાવે છે અને આપણી ફરજો માટે પ્રેરણા પણ આપે છે. અમે એક નવા સંકલ્પ સાથે અહીંથી નીકળી રહ્યા છીએ. પરંતુ સાથે એમ પણ જણાવ્યું હતું કે જૂના સંસદ ભવનની ગરિમા ઓછી ન થવી જોઇએ. જેથી જૂના સંસદ ભવનને સંવિધાન સદન નામ આપ્યું હતું.

 

ગિરિરાજ સિંહે પણ હુમલો કર્યો હતો

નડ્ડા જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ જયરામ રમેશ પર જોરદાર પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું માંગ કરું છું કે દેશભરમાં વંશવાદી આધારોનું મૂલ્યાંકન અને તર્કસંગત કરવાની જરૂર છે. શરૂઆત કરનારાઓ માટે, 1 સફદરજંગ રોડ કોમ્પ્લેક્સ તાત્કાલિક ભારત સરકારને પરત કરવું જોઈએ. પીએમ મ્યુઝિયમમાં હવે તમામ વડાપ્રધાનો માટે જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1 સફદરજંગ રોડ ઈન્દિરા ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન હતું, જે તેમની હત્યા બાદ સંગ્રહાલયમાં ફેરવાઈ ગયું હતું.

 

 

નવી શરૂઆતનું પ્રતિક છે- PM મોદી
ઉલ્લેખનીય છે કે નવા સંસદભવનમાં રાજ્યસભામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે નવુ સંસદ ભવન માત્ર એક નવી બિલ્ડીંગ નથી. પરંતુ એક નવી શરૂઆતનું પ્રતિક છે.
આ  પણ  વાંચો –G-20 , મહિલા આરક્ષણ બિલની અમેરિકામાં જોરદાર ચર્ચા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયાએ પણ કરી ભરપૂર પ્રશંસા

 

 

Whatsapp share
facebook twitter