Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Drugs Case : જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં છુપાયો હોવાનો ઘટસ્ફોટ

02:49 PM Feb 25, 2024 | Vipul Pandya

Drugs Case : ગુજરાતના વેરાવળ બંદરે ((Veraval port))થી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સના મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર કેસમાં 350 કરોડનું હેરોઇન મંગાવનાર જોડીયાનો ઇશાક ઉર્ફે મામો મોરબીના 600 કરોડના હેરોઇન કેસ (Drugs Cas)માં પણ વોન્ટેડ છે. ઘટનાની ગંભીરતા જોતાં ગુજરાત એટીએસ, સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી અને કસ્ટમ સહિતની એજન્સીઓએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. બીજી તરફ 350 કરોડનું હેરોઇન પકડનાર ગીર સોમનાથ જિલ્લા પોલીસને રાજ્યના ગૃહ વિભાગે 10 લાખ રુપિયાનું ઇનામ જાહેરાત કરી છે.

ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ

સમગ્ર કેસમાં એસઓજીએ કુલ સાત આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે તથા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં વોન્ટેડ આરોપીઓ મુર્તજા, તેના શેઠ અરબાબ અને ઈશાકના મોબાઈલ નંબરના કન્ટ્રી કોડ ઈરાન અને આફ્રિકા દેશના મળ્યા છે.

 

આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો

ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી હતી. વેરાવળ બંદરે થી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસમાં આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો

આ ખુલાસામાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. અરબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. અને મુર્તુઝા બ્લોચને વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ પકડાયેલ ડ્રગ્સ મોર્ફિંન, હેટોઇન અને કોકેઇન હોવાનું પણ સામે આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.

ATS, IB અને કસ્ટમ સહિતની એજન્સીઓએ પણ હવે તપાસમાં ઝુકાવ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જોડીયાનો ઈશાક મોરબીના 600 કરોડના હેરોઈન કેસમાં પણ વોન્ટેડ છે જ્યારે
ટંડેલ ધર્મેનને હેરોઈન આપનાર મૂર્તજા પાકિસ્તાનનો નાગરિક છે. ટંડેલ ધર્મેનને સેટેલાઈટ ફોન હેરોઈન આપનારે જ આપ્યાનું તપાસમાં ખુલ્યું છે. કેસની ગંભીરતા જોતાં ATS, IB અને કસ્ટમ સહિતની એજન્સીઓએ પણ હવે તપાસમાં ઝુકાવ્યું છે.

ગિર સોમનાથ જિલ્લા પોલીસને 10 લાખ રુપિયાના ઇનામની જાહેરાત

બીજી તરફ સતર્ક રહીને વેરાવળ પોર્ટ પરથી 350 કરોડનું ડ્રગ્સ પકડી લેનાર ગીર સોમનાથ જિલ્લા પોલીસની કામગિરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી છે. ઉફરાંત રાજ્યના ગૃહ વિભાગે ગિર સોમનાથ જિલ્લા પોલીસને 10 લાખ રુપિયાના ઇનામની જાહેરાત કરી છે.

અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો—-વેરાવળ બંદરેથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ