Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jharkhand : IED બ્લાસ્ટમાં CoBRA બટાલિયનનો એક સૈનિક ઘાયલ, એરલિફ્ટ કરીને રાંચી લઇ જવાયો…

05:19 PM Sep 19, 2024 |
  1. ઝારખંડના ચાઈબાસામાં IED બ્લાસ્ટ
  2. બ્લાસ્ટમાં એક જવાન થયો ઘાયલ
  3. માઓવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા

ઝારખંડ (Jharkhand)ના ચાઈબાસામાં IED બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ થયો છે. આતંકવાદીઓએ સારંડામાં IED લગાવ્યું હતું, જે વિસ્ફોટ થયો અને 209 CoBRA બટાલિયનનો એક જવાન ઘાયલ થયો. ઘાયલ સૈનિકને સારી સારવાર માટે એરલિફ્ટ કરીને રાંચી લઈ જવામાં આવ્યો હતો.

CoBRA બટાલિયનની ટીમ ઝારખંડ (Jharkhand)ના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં માઓવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન IED બ્લાસ્ટમાં CoBRA બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 7:30 વાગ્યે જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સારંડા જંગલ વિસ્તારમાં બની હતી.

આ પણ વાંચો : Jammu Kashmir Election : કટરામાં PM મોદીની રેલી, કહ્યું- ‘અમે દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર દૂર કરી રહ્યા છીએ’

માઓવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા…

ચાઈબાસાના પોલીસ અધિક્ષક (SP) આશુતોષ શેખરે જણાવ્યું હતું કે, “ગુરુવારે સવારે IED વિસ્ફોટમાં CoBRA 209 બટાલિયનનો એક સૈનિક ઘાયલ થયો હતો. તેને સારી સારવાર માટે રાંચી લઈ જવામાં આવી રહ્યો છે.” પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માઓવાદીઓ દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવીને લગાવવામાં આવેલ IED સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો : ‘હુમલાખોરો રાત્રે આવ્યા અને ઘરો આગની ભેટ ચઢાવી ગયા, હવે કેવી રીતે જીવી શું?’ રડતી મહિલાની આપવીતી

માઓવાદીઓને આત્મસમર્પણ કરવા માટે પ્રેરિત…

ઝારખંડ (Jharkhand) સરકાર માઓવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત માઓવાદીઓને આત્મસમર્પણ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આત્મસમર્પણ કરાયેલા માઓવાદીઓના પરિવારજનોને ઈનામ પણ આપવામાં આવી રહ્યું છે. જૂનમાં, ઝારખંડ સરકારની પહેલના ભાગ રૂપે, ચાર માઓવાદીઓ જેમણે તેમના શસ્ત્રો મૂક્યા હતા તેઓને તેમના પુનર્વસન માટે ચતરા પોલીસ અધિક્ષકની ઑફિસમાં ઈનામની રકમના ચેક આપવામાં આવ્યા હતા. 15,10 અને 5 લાખ રૂપિયાની ઈનામી રકમ ચેક દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત માઓવાદીઓની શોધમાં પણ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બિહારમાંથી પણ કેટલાક માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂન મહિનામાં આંધ્રપ્રદેશમાં પણ ચાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : ‘સપાના ગુંડાઓ કૂતરાની પૂંછડી જેવા’ CM યોગી આદિત્યનાથે કર્યો કટાક્ષ