કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ (Jharkhand)ના પ્રવાસે છે. રાંચીમાં BJP વર્કિંગ કમિટીની બેઠકમાં અમિત શાહે રાજ્યના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરો સાથે રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે અમિત શાહે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું છે.
હાર્યા પછી પણ કોંગ્રેસમાં ઘમંડ…
અમિત શાહે કહ્યું કે, અમે સીટ જીતી છે. 2024 ની લોકસભા ચૂંટણીના પરિણામો વિશે વાત કરતા શાહે કહ્યું કે, ભાજપને 81 માંથી 52 વિધાનસભા બેઠકો પર લીડ મળી છે. તેથી આ વખતે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ કોંગ્રેસમાં ઘમંડ છે. સંસદમાં રાહુલ ગાંધીનો ઘમંડ જોવા મળ્યો છે. તેને શેનો ઘમંડ છે? મને આ નથી સમજાતું.
શાહે INDI ગઠબંધનને પડકાર ફેંક્યો હતો…
શાહે કહ્યું કે, ભાજપ કોઈપણ ચૂંટણી જીતે તો તેનો શ્રેય બૂથ કાર્યકરોને આપે છે. મોદી સરકાર હોય કે બાબુલાલની સરકાર, કોઈએ એવું કામ નથી કર્યું જેના કારણે કાર્યકરોને માથું નમાવવું પડે.ગૃહમંત્રીએ કહ્યું કે, ઝારખંડ (Jharkhand)ને નક્સલવાદીઓથી મુક્ત કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું, “હું INDI ગઠબંધનને કહું છું કે હું 10 વર્ષનો હિસાબ લઈને આવ્યો છું. તમે છેલ્લા 10 વર્ષનો હિસાબ પણ આપો.
કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓ સાથે ચાલે છે – અમિત શાહ
અમિત શાહે કહ્યું, ‘ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચા સૌથી ભ્રષ્ટ સરકાર છે. કોંગ્રેસના એક સંસદના ઘરેથી 300 કરોડ રૂપિયા મળ્યા છે. એક મંત્રીને તેને PA ના ઘરેથી 30 કરોડ રૂપિયા મળે છે. કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપવો જોઈએ કે આ રૂપિયા કોના છે? કોંગ્રેસ આવા ભષ્ટ લોકોને સમર્થન આપે છે અને JMM તેમની સાથે છે.
ઝારખંડ ભાજપે બનાવ્યું અને વિકાસ ભાજપે કર્યો…
કાર્યકર્તાઓને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે 10 વર્ષમાં ઝારખંડ (Jharkhand)ના વિકાસ માટે 84 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે PM મોદીએ રાજ્ય માટે 3 લાખ 84 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. ઝારખંડ (Jharkhand) ભાજપે બનાવ્યું છે અને વિકાસ પણ ભાજપે જ કર્યો છે.
આ પણ વાંચો : Bangladesh Violence : હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી વધુ 13 વિદ્યાર્થીઓ ભારત આવ્યા…
આ પણ વાંચો : NEET UG 2024 ના સિટી અને સેન્ટર મુજબનું પરિણામ જાહેર, આ રીતે તપાસો…
આ પણ વાંચો : UPSC અધ્યક્ષના રાજીનામા બાદ કોંગ્રેસ નેતાએ કહ્યું – NTA ચીફ કેમ હજી સુધી…?