+

સુરતના કડોદરા ખાતે શો રૂમમાંથી લાખોના દાગીના ચોરાયા, જાણો સમગ્ર મામલો

સુરત (Surat)ના કડોદરા ખાતે આવેલા મોનિકા જવેલર્સમાં ચોરીની ઘટના બની હતી. બે તસ્કરો જવેલર્સમાંથી ૪.૫૭ લાખની કિમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો જવેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે  સિક્યોરીટી સીસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવ્યોસુરતના કડોદરા ગામ ખાતે રહેતા અભિષેકભાઈ રમ
સુરત (Surat)ના કડોદરા ખાતે આવેલા મોનિકા જવેલર્સમાં ચોરીની ઘટના બની હતી. બે તસ્કરો જવેલર્સમાંથી ૪.૫૭ લાખની કિમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો જવેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે 
 સિક્યોરીટી સીસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવ્યો
સુરતના કડોદરા ગામ ખાતે રહેતા અભિષેકભાઈ રમેશભાઈ સોની કડોદરા ગામની સીમમાં આવેલા ગીતા હાઉસમાં મોનિકા જવેલર્સ નામથી જવેલર્સની દુકાન ધરાવે છે. ગતરાત્રીના 2.30 વાગ્યાના સમયે તેઓના મોબાઈલ પર શો રૂમમાં ફીટ કરેલા સિક્યોરીટી સીસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવ્યો હતો જેથી તેઓએ મોબાઈલમાં સીસીટીવી કેમેરા તપાસતા બે ઈસમો ચોરી કરતા નજરે ચઢ્યા હતા જેથી તેઓએ પોલીસને જાણ કરી જવેલર્સ ખાતે પહોચ્યા હતા.
 ૪.૫૭ લાખની મત્તાની ચોરી 
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જવેલર્સના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતા બે ચોર એ રાત્રીના દોઢેક વાગ્યેથી પોણા ત્રણેક વાગ્યા દરમ્યાન શો રૂમના મેઈન ગેટની બાજુમાં આવેલી સીડીથી ઉપર ચઢી શો રૂમનો ઈમરજન્સી દરવાજાની લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી પલાયના દરવાજાના લોક તોડી શો રૂમમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં શો રૂમમાંથી વીટી, ચેઈન,પેન્ડલ સહીત સોના ચાંદીના દાગીના મળી કુલ ૪.૫૭ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ
તસ્કરોએ કરેલી આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.જેમાં બે ઈસમોએ દોઢ વાગ્યાની આસપાસ શો રૂમમાં ઘૂસવાનો પ્રયાસ શરુ કર્યો હતો અને બાદમાં શો રૂમમાં ઘુસી શોપીસમાં રહેલા ૪.૫૭ લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ જતા દેખાયા હતા. આ સમગ્ર મામલે જવેલર્સના માલિકની ફરિયાદ લઇ પોલીસે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter