+

Jetpur : જુગારીયાઓ પર પોલીસનો સકંજો, અલગ-અલગ કાર્યવાહીમાં 8 મહિલા સહિત 24 ઝડપાયા

અમરનગર, દેવકીગાલોળ, ટાકુડીપરામાં પોલીસની કાર્યવાહી (Jetpur) જેતપુરમાં તીન પત્તીનો જુગાર રમતા 8 ઝડપાયા અમરનગરમાં રૂ. 29,400 નો મુદ્દામાલ જપ્ત જેતપુર (Jetpur) પંથકમાં અમરનગર, દેવકીગાલોળ, તેમ જ શહેરનાં ટાકુડીપરામાં જુગારની રેડ…
  1. અમરનગર, દેવકીગાલોળ, ટાકુડીપરામાં પોલીસની કાર્યવાહી (Jetpur)
  2. જેતપુરમાં તીન પત્તીનો જુગાર રમતા 8 ઝડપાયા
  3. અમરનગરમાં રૂ. 29,400 નો મુદ્દામાલ જપ્ત

જેતપુર (Jetpur) પંથકમાં અમરનગર, દેવકીગાલોળ, તેમ જ શહેરનાં ટાકુડીપરામાં જુગારની રેડ દરમિયાન 8 મહિલાઓ અને 16 પુરૂષો મળી કુલ 24 શખ્સોને રૂ.1.95 લાખની રોકડ સાથે પોલીસે પકડી પાડતા ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંદીને આગળની તપાસ હાથ ધરી છે.

તીન પત્તીનો જુગાર રમતા 8 ઝડપાયા

પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુરમાં (Jetpur) રૂરલ LCB ને ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દેવકી ગાલોળની સીમમાં આવેલ કારખાનાની બાજુમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીનાં આધારે સીમમાં આવેલ વાઘેશ્વરી પ્રિન્ટ નામનાં કારખાનાં પાસે રેડ કરી તીન પત્તીનો જુગાર રમતા કેયુર સતાસીયા (રહે. દેવકીગાલોળ), દિનેશ સોશિયા (રહે. બામલગઢ), અરવિંદ વઘાસીયા (રહે. થાણાગાલોળ) નરેશ કયાડા (દેવકીગાલોળ), પંકજ હરખાણી (ટાકુડીપરા-જેતપુર), મહેન્દ્ર રૂપાપરા (અમરનગર રોડ- જેતપુર), ભગવાનજી વાઘાણી (ચારણ સમઢીયાળા), હિતેષ ચૌહાણ (ખીરસરા) તમામ શખ્સોને કુલ રોકડ રૂ.1,59,100 સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યા હતા.

આ પણ વાંચો – PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

અમરનગર ગામે પણ જુગાર રમતા 8 ની ધરપકડ

બીજી રેડમાં તાલુકા પોલીસે અમરનગર (Amarnagar) ગામે કામગીરીમાં જવેર ડાઇંગ વેલજીભાઇ રામોદિયાની વાડી પાસે બાવળની ડારમાં તીન પત્તીનો જુગાર રમતા વાડી માલિક ઝવેશ રામરેલિયા, વિષ્ણુ વસોયા, કિશોર વેકરિયા, નિકુંજ વઠાલિયા, મુકેશ મોરબિયા, વિજય સાંગાણી (રહેગામ અમરનગર) મનસુખ ભેસાણીયા (બાટવા દેવકી), મહેશ ડોબરિયા (વાડાસડા) તમામ શખ્સોએ રોકડ રૂ. 29,400 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો – Valsad : મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો ગોઝારો અકસ્માત, મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા

જુગાર રમતી 8 મહિલાઓની ધરપકડ કરી રૂ. 11,310 નો મુદ્દામાલ કબજે કર્યો

ત્રીજી રેડમાં સીટી પોલીસે રેડ કરી તીન પત્તીનો જુગાર રમતી મહિલાઓ સવિતાબેન અધેરા, વનાબેન જાદવ, પલ્લવીબેન જાદવ, જયશ્રીબેન સરવૈયા, મંજુલાબેન રિબડિયા (રહે. તમામ ટાકુડીપરા) ભગવતીબેન ઉર્ફે ભકિતબેન ગોંડલિયા, (પીઠડિયા) આઠેય મહિલાઓ પાસેથી રોકડ રૂ.11,310 કબજે કરી રાત્રીનાં 12 વાગ્યા હોય તમામ મહિલાઓને સવારે પોલીસ સ્ટેશન (CT Police Jetpur) હાજર થવા જણાવી તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો – Black Magic Bill : કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે BJP-કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં

Whatsapp share
facebook twitter