સૌરાષ્ટ્રમાં (Saurashtra) છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે જેતપુર (Jetpur) તાલુકાનાં કેરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ નીચે હોવાથી કેરાળી ગામનાં વાડી વિસ્તારનાં 150 વધુ ખેડૂતોને તેમ જ સામે કાંઠે રહેતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે.
જેતપુર (Jetpur) તાલુકાનાં કેરાળી ગામમાં ઉપરવાસમાં આવેલ છાપરવાડી નદીમાં કેરાળી ગામના પુલ પર નદીનાં પ્રવાહમાં ગામનાં સામાંકાંઠા વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટી ગયો હતો. આ સાથે ડંફાસ મારતા તંત્રની પોલ ખુલ્લી થઈ હતી. નદીનાં પુલ પરથી પસાર થઈ કેરાળી ગામથી (Kerali village) રબારિકા, મેવાસા સહિતનાં 10 ગામોમાં જવા-આવવામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેરાળી ગામના સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈ પણ રસ્તો ન હોવાને લીધે ખેડૂતો માટે પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે. પુલ નીચો હોવથી વાડી વિસ્તારમાં જવા માટેનાં રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી (Heavy Rain) ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો પણ લાવી નથી શકતા. તેમ જ ગામનાં સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા માટે જીવના જોખમે આ પુલ પરથી પસાર થવું પડે છે. પુલ પર પાણી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. જયારે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગામનાં સરપંચ તેમ જ ગામનાં લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ પુલને (Bridge) ઊંચો કરવામાં આવે.
અહેવાલ : હરેશ, જેતપુર
આ પણ વાંચો – Chhotaudepur : નસવાડીમાં મેઘરાજા ઓળઘોળ થતાં જનજીવન પ્રભાવિત, અશ્વિની નદી બે કાંઠે, ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો – Rain in Gujarat : આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિ ભારે! મેઘરાજા બોલાવશે ધબધબાટી!
આ પણ વાંચો – Ahmedabad : ભોજનમાંથી નીકળી જીવાતની ઘટનાઓ બાદ ફૂડ વેપારીઓમાં જાગૃતિ માટે તાલીમ કાર્યક્રમ