+

Jamnagar : GG હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ RMOએ કહ્યું – હવે નહીં જોવા મળે શ્વાન…

જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલમાં શ્વાનના ત્રાસને ગુજરાત ફર્સ્ટ (Gujarati First ) દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલને શ્વાનના ત્રાસથી મુક્ત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત…

જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલમાં શ્વાનના ત્રાસને ગુજરાત ફર્સ્ટ (Gujarati First ) દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલને શ્વાનના ત્રાસથી મુક્ત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અને સચોટ અસર જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા જીજી હોસ્પિટલમાં (GG Hospital) શ્વાનના ત્રાસનો અહેવાલ રજૂ કર્યા બાદ હવે હોસ્પિટલના RMO દ્વારા પગલા લેવામાં આવ્યા છે.

RMO પી.આર. સક્સેના

જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલમાં (GG Hospital) મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. ત્યારે ત્યાં હાજર દર્દીઓને શ્વાનના ત્રાસનો પણ સામનો કરવો પડતો હતો. વારંવાર રજૂઆત છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નહોતા. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarati First ) દ્વારા જીજી હોસ્પિટલમાંથી શ્વાનના ત્રાસને દૂર કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી અને હોસ્પિટલમાં શ્વાનના ત્રાસનો અહેવાલ જાહેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જીજી હોસ્પિટલના RMO દ્વારા આ મામલે જલદી પગલાં લેવામાં આવશે તેમ ગુજરાત ફર્સ્ટને જણાવવામાં આવ્યું છે.

GG હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ

હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ છે : RMO

જીજી હોસ્પિટલના RMO પી.આર. સક્સેનાએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, આ સાચી વાત છે કે હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ હતો. હોસ્પિટલ મોટી હોવાથી અહીં અનેક દરવાજા છે, જ્યાંથી શ્વાન હોસ્પિટલની અંદર પ્રવેશે છે. જો કે, સિક્યોરિટી દ્વારા શ્વાનને જોતા જ બહાર કાઢવામાં આવતા હોય છે પરંતુ, તેમ છતાં શ્વાન હોસ્પિટલમાં પ્રવેશે છે. જો કે, હવે હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ જોવા નહીં મળે. મહાનગરપાલિકાની ડોગ કેચર ટીમને આ મામલે જાણ કરી બોલાવી હતી અને શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. RMO એ આગળ જણાવ્યું કે, પકડાયેલા શ્વાનોનું ખસિકરણ કરવામાં આવશે. હવેથી હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ જોવા નહીં મળે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

 

આ પણ વાંચો – Bhupendra Patel : સાણંદમાં CM એ પૂછ્યું – બધા શાંત કેમ છો ? અમિતભાઈ જે આપ્યું એ પછી પણ શાંત…

Whatsapp share
facebook twitter