- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એક જવાન ઘાયલ
- કાશ્મીરમાં ફરી એકવાર ગોળીબાર, સુરક્ષાદળો એલર્ટ
- અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ
Encounter in Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. તાજેતરમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગાગરમંડુ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. જેમાં એક જવાન ઘાયલ થયો છે. ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સેનાના વાહનો અને સૈનિકો તૈનાત જોવા મળે છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે વધારાના દળોને પણ બોલાવવામાં આવ્યા છે.
અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામ
સુત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક હુમલો કર્યો. આ અથડામણમાં એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને પકડવા માટે સઘન શોધખોળ ચાલુ છે. જંગલ વિસ્તાર હોવાથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓ પડી રહી છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને આતંકવાદીઓને ભાગી છૂટવાની કોઈ તક આપી રહ્યા નથી.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. તેઓ ડોડા જિલ્લાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. તેમની પાસે ભારે હથિયારો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા અથવા તેમને ઠાર કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ ઘટનાએ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. સુરક્ષા દળો આતંકવાદીઓ સામે સતત લડી રહ્યા છે, પરંતુ આતંકવાદીઓ પણ નવા નવા ષડયંત્ર રચી રહ્યા છે.
આ પણ વાંચો: Jammu and Kashmir : ‘માથા પર ટોપી, વધેલી દાઢી અને આંખોમાં ડર…’, 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર…