Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dahod: પેટ્રોલપંપ શરૂ કરવો ભારે પડ્યો! ફરિયાદીએ 55.36 લાખ ગુમાવ્યા

10:21 PM Sep 13, 2024 |
  1. હિન્દુસ્તાન પેટ્રોલિયમની ફેક વેબસાઇટ બનાવી 55 લાખ પડાવ્યા
  2. દાહોદ પોલીસે લખનઉથી એક આરોપીની ધરપકડ કરી લીધી
  3. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની કાર્યવાહી કરી

Dahod: દાહોદના વ્યક્તિને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો પેટ્રોલપંપ આપવાની લાલચે આરોપીઓએ હિન્દુસ્તાન પેટ્રોલિયમની ફેક વેબસાઇટ બનાવી 55 લાખ પડાવી લીધા હતાં. આ મામાલે દાહોદ સાયબર ક્રાઇમની ટીમે લખનઉથી એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આધુનિક ઇન્ટરનેટના યુગમાં લોકોના કામ સરળ બન્યા છે. ઇન્ટરનેટથી ઘણો ફાયદો જોવા મળી રહ્યો છે પરંતુ સાયબર ઠગોઆનો દૂરઉપયોગ કરી લાલચુ લોકો સાથે છેતરપિંડી કરતાં પણ ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, બે દિવસમાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

દાહોદમાં એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ

અત્યારે સાયબરો ઠગો પણ અલગ અલગ કીમિયા અપનાવી પોતાનો મનસૂબો પાર પાડી રહ્યા છે આવો જ કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં દાહોદના એક વ્યક્તિને હિન્દુસ્તાન પેટ્રોલિયમની ફેક વેબસાઇટ ઉપરથી આરોપીઓએ સંપર્ક કરી તેમની પાસે ફોર્મ ભરાવી ત્યાર બાદ અલગ અલગ ખાતામાં રજીસ્ટ્રેશન ફી, સર્વેની ફી, લાયસન્સ ફી, સિક્યોરિટી ડીપોઝીટ અને પેટ્રોલ ડીઝલના સ્ટોક માટે એમ બધી અલગ અલગ બાબતે તબકકવાર 55.36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી આરોપીએ નાણાં પડાવી લીધા હતા.

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

પોલીસે આરોપીને છેક ઉત્તર પ્રદેશની એકની ધરપકડ કરી

ફરિયાદીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસની ટીમ તપસમાં જોતરાઈ હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપી નેપાળ બોર્ડર નજીક બિહારના રકસોલનો હોવાની માહિતી માળતા પોલીસની ટીમ રસકોલ પહોંચી હતી. પરંતુ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોતાનો ફોન બંધ કરી અન્ય સ્થળે હોવાની માહિતી મળી હતી. જ્યાં પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી ઉત્તરપ્રદેશના લખનઉ શહેરમાં હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ લખનૌ પહોંચી હતી. જ્યાંથી એક આરોપીની ધરપકડ કરી દાહોદ ખાતે લઈ આવ્યા હતા. હાલ પોલીસ દ્રારા અન્ય કોણ કોણ સામેલ છે? આ ટોળકી દ્રારા રાજ્યમાં અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું…