Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદની મહિલાને થેપલા મંગાવવા મોંઘા પડ્યા, જાણો મામલો

04:10 PM Aug 08, 2023 | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)ની એક મહિલાને ઓનલાઇન ઝોમેટો દ્વારા થેપલા મંગાવવા મોંઘા પડ્યા હતા. મહિલાએ રેસ્ટોરન્ટમાંથી થેપલા મંગાવ્યા બાદ થેપલાની જેટલી કિંમત હતી તેટલી જ કિંમતનું કન્ટેનર પણ તેને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાએ ટ્વીટ કર્યું હતું. મહિલાના ટ્વિટ બાદ ઝોમેટો પણ હરકતમાં આવ્યું હતું અને મહિલાને વળતું ટ્વિટ કર્યું કે આ ટેક્સ યુનિવર્સલ છે અને ફૂડ આધારિત 5થી 18 ટકા અલગ અલગ ટેક્સ લેવાય છે.

કન્ટેનરનો ચાર્જ પણ  થેપલાં જેટલો જ
વાત જાણે એમ છે કે અમદાવાદની ખુશ્બુ ઠક્કર નામની મહિલાએ ઝોમેટો દ્વારા ઓનલાઇન એક રેસ્ટોરન્ટમાંથી દૂધીના થેપલાં મંગાવ્યા હતા. થેપલા જ્યારે તેને મળ્યા ત્યારે બિલ જોઇને તે ચોંકી ઉઠી હતી. 3 પ્લેટ થેપલાનો ચાર્જ 180 રુપિયા વસુલાયો હતો. એક પ્લેટ થેપલાનો ભાવ 60 રુપિયા હતા પણ તેને પેક કરવા માટે જે કન્ટેનરનો ઉપયોગ કરાયો હતો તેનો ભાવ પણ 60 રુપિયા વસુલવામાં આવ્યો હતો. મહિલાને આ અજુગતું લાગતાં તેણે બિલનો ફોટો પાડીને ટ્વિટ કર્યું હતું. મહિલાએ ટ્વિટ કર્યું કે મે ઓર્ડર કરેલા ફૂડની કિંમત જેટલી જ કિંમત કન્ટેનરની છે.  ટ્વિટ વાયરલ થતાં લોકોએ પણ પ્રતિક્રીયા આપી હતી. લોકોએ 60 રુપિયાનું કન્ટેનર કઇ રીતે હોઇ શકે તેવા સવાલો પણ કર્યા હતા.

ઝોમેટોએ પણ સ્પષ્ટતા કરતું ટ્વિટ કર્યું
ખુશ્બુ ઠક્કરના આ ટ્વિટ બાદ ઝોમેટોએ પણ સ્પષ્ટતા કરતું ટ્વિટ કર્યું હતું. ઝોમેટોએ કહ્યું કે આ ટેક્સ યુનિવર્સલ છે અને ફૂડ આધારિત 5થી 18 ટકા અલગ અલગ ટેક્સ લેવામાં આવે છે. અમારા રેસ્ટોરન્ટ ભાગીદારો દ્વારા પેકેજિંગ ચાર્જ વસુલવામાં આવે છે અને તેઓ તેમાંથી કમાણી કરે છે.