+

યુવા વર્ગમાં વધતી જતી હાર્ટ અટેકની ઘટનાઓને લઇને એનાલીસીસ થવું જરૂરીઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક કાર્યક્રમને સંબોધતા વધતી જતી હાર્ટ અટેકની ઘટનાઓ મામલે નિવેદન આપ્યું.. તેમણે કહ્યું રાજ્યમાં હાર્ટ અટેકથી વધતા જતા મોતનો આંકડો ચિંતાજનક…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક કાર્યક્રમને સંબોધતા વધતી જતી હાર્ટ અટેકની ઘટનાઓ મામલે નિવેદન આપ્યું.. તેમણે કહ્યું રાજ્યમાં હાર્ટ અટેકથી વધતા જતા મોતનો આંકડો ચિંતાજનક છે.

તેમણે કહ્યું કે આ મામલે ઝીણવટપૂર્વક એનાલિસિસ થવું જરૂરી છે.. જો કે તેમણે એ વાતને નકારી કાઢી કે હાર્ટ અટેકની ઘટનાઓ વધવા પાછળ કોરોના કારણભૂત છે.. આનંદીબેને કહ્યું કે તેમણે યુવા વર્ગમાં વધતી હાર્ટ અટેકની ઘટનાઓને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાને પૂછ્યુ હતું.. અને તેમણે સર્વે અને રિસર્ચના આધાર પર આ વાત સંપૂર્ણપણે નકારી કાઢી હતી..

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં યુવા વર્ગમાં હાર્ટ અટેકની ઘટનાઓ વધી છે.. હાર્ટ અટેક ગુજરાતના યુવાઓને ભરખી રહ્યો છે.. તાજેતરમાં જ જામનગરમાં 13 વર્ષના કિશોરને યોગા કરતા સમયે હાર્ટ અટેક આવવાની ઘટનાએ આ મામલે ચિંતામાં વધારો કર્યો છે.

Whatsapp share
facebook twitter