+

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા દરેક વેપારી માટે પહેલી એપ્રિલથી ઇ-ઇનવોઇસ બનાવવું ફરજિયાત

આગામી પહેલી એપ્રીલથી ઈ-ઈનવોઈસ જનરેટ કરવુ હવે ફરજીયાત રહેશે. જે વેપારીઓ વાર્ષીક 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા હશે તેઓએ એપ્રીલ માસથી ઈ ઈનવોઈસ બનાવવુ ફરજીયાત રહેશે. અગાઉ આ કાયદો વાર્ષીક 50 કરોડનુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને જ લાગુ પડતો હતો. આગામી સમયમાં આ રકમની મર્યાદા 5 કરોડ સુધી કરી દેવામા આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકારનુ માનવુ છે કે, બોગસ બીલીંગની મદદથી ખોટી ઈનપુટ ટેક્સક્રેàª
આગામી પહેલી એપ્રીલથી ઈ-ઈનવોઈસ જનરેટ કરવુ હવે ફરજીયાત રહેશે. જે વેપારીઓ વાર્ષીક 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા હશે તેઓએ એપ્રીલ માસથી ઈ ઈનવોઈસ બનાવવુ ફરજીયાત રહેશે. અગાઉ આ કાયદો વાર્ષીક 50 કરોડનુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને જ લાગુ પડતો હતો. આગામી સમયમાં આ રકમની મર્યાદા 5 કરોડ સુધી કરી દેવામા આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકારનુ માનવુ છે કે, બોગસ બીલીંગની મદદથી ખોટી ઈનપુટ ટેક્સક્રેડીટ મેળવી લેનારાઓ પણ સીધી જ લગામ લાગશે. ઉલ્લખનીય છે તાજેતરમાં જ અનેક કેસો કરી બોગસ બીલીંગ મારફતે ખોટી ટેક્સ ક્રેડીટ ઘર ભેગી કરવાના ઘણા કેસો સામે આવ્યા છે
આગામી પહેલી એપ્રીલ થી ઈ – ઈનવોઈસ જનરેટ કરવુ હવે ફરજીયાત કરવામા આવ્યુ છે. આ અંગેનુ 24 મી ફ્રેબ્રુઆરીએ નોટીફીકેશન બહાર પાડવમા આવ્યુ હતુ. જીએસટી અધીકારીઓનું કહેવુ છે કે આ નવી સિસ્ટમને કારણે પાછલી કે જૂની તારીખના બિલ બનાવી શકાતા નથી અને  જૂની તારીખના બિલ બનાવવામાં આવે તો સરકારના ધ્યાનમા તરત જ આવી જાય છે. અને ખોટી ટેક્સ ક્રેડીટ લેનાર સીધો જ ધ્યાનમાં આવી જાય છે અને તેની પર સીધી જ કાર્યવાહી કરી શકાય તેમ છે.
આગામી પહેલી એપ્રીલ થી ઈ-ઈનવોઈસ જનરેટ કરવુ ફરજીયાત કરવામા આવ્યુ છે. અને ઈ ઈનવોઈસને કારણે  ઇ-ઇન્વોઇસ બનાવવામાં આવે એટલે તે સિધુ જ સિસ્ટમમાં ચઢી જાય છે માલ કોણે કોને મોકલ્યો તે એન્ટ્રી પડી જાય છે. તેથી માલ કયા રૃટથી કયા રુટ પર  જવો જોઈએ તે માલુમ થઈ જાય છે. તેની સાથે સરકારે આરએફઆઈડી સિસ્ટમ જોડેલી છે જેના કારણે  ફ્લાયિંગ સ્ક્વૉડના અધિકારીઓ પણ નિર્ધારિત રૂટથી અન્ય રસ્તે જતી ટ્રકને રોકીને તેની તપાસ કરી શકે છે. તેના માધ્યમથી ટેક્સ ચોરી થતી હોય તો પણ માલુમ થઈ જાય છે.
 ઈ-ઇન્વોઈસ બનાવાને કારણે જીએસટીઆર-1 માં વેચાણના બિલ અપલોડ કરવામાં આવે ત્યારે તે ખરીદનારના જીએસટીઆર-3 બીમાં આપોઆપ જ રિફ્લેક્ટ થઈ જાય છે. તેથી તેઓ તેમના રિટર્ન અપલોડ કરે ત્યારે તેમાં તે ઇન્વોઈસ આપો આપ જ આવી જાય છે.તેમણે તે અલગથી બતાવવાની જરૃર રહેતી નથી. 
બોગસ બીલીંગની મદદથી ખોટી ઈનપુટ ટેક્સક્રેડીટ મેળવી લેનારાઓ સીધા જ સંકજામાં આવી જાય છે. એટલે આગામી સમયમાં ઈ-ઈનવોઈસ જનરેટ કરવુ ફરજીયાત રહેશે અને તેના કારણે મહતઅંશે ખોટી ટેક્સ ક્રેડીટ લેનારા હવે ફાવી નહી શકે. 
Whatsapp share
facebook twitter