Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રીહરિકોટાથી સિંગાપુરના બે સેટેલાઈટ થયાં લોન્ચ, જાણો ખાસિયત

07:31 PM Apr 22, 2023 | Viral Joshi

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છેય ભારતીય સ્પેસ એજન્સીએ શનિવારે સિંગાપુરની બે સેટેલાઈટને પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધા છે. ઈસરોએ આ જાણકારી આપતા કહ્યું કે, સિંગાપુરની બે સેટેલાઈટને લઈને પીએસએલવી સી55 રોકેટ શનિવારે અંતરિક્ષના કેન્દ્રથી ઉડાન ભરી.

આ મિશનને ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા પુર્ણ કરવામાં આવ્યું છે. ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની કોમર્શિયલ બ્રાંચ છે. ઈસરોએ કહ્યું કે, PSLV C55 રોકેટ પ્રાઈમરી સેટેલાઈટ તરીકે ટેલી ઓએસ-2 અને સહ-યાત્રી સેટેલાઈટ તરીકે લ્યૂમલાઈટ-4 ને લઈને રવાના થયાં હતા. તેણે બંને સેટેલાઈનને પૃથ્વીની નિચલી કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધાં છે.

PSLV એટલે કે પોલસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ ઈસરો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો એક ખુબ સફળ લોન્ચ વ્હિકલ છે. જેના દ્વારા સિંગાપુરની બે સેટેલાઈટના પ્રક્ષેપણ કરવા માટે શુક્રવારે અહીં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં 22.5 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ હતી. મિશન હેઠળ ચેન્નઈથી લગભગ 135 રિમી દુર સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી 44.4 મીટર લાંબુ રોકેટ બંને સેટેલાઈટને લઈને પ્રથમ લોન્ચ પેડથી રવાના થયું અને બાદમાં આ બંને સેટેલાઈટને ઈચ્છિત કક્ષામાં સ્થાપિત કરી દીધું.

કેમ ખાસ છે આ મિશન?
સિંગાપુર માટે આ બંને સેટેલાઈટ ખુબ જ મહત્વની છે. આ સેટેલાઈટનો ઉદ્દેશ્ય સિંગાપુરના ઈ-નેવિગેશન, દરિયાઈ સુરક્ષાને વધારવા અને વૈશ્વિક શિપિંગ સમુદાયને લાભ પહોંચાડવાનો છે. બંને સેટેલાઈટનું સંયુક્ત વજન લગભગ 757 કિલોગ્રામ છે. TeLEOS-2 સેટેલાઈટને સિંગાપુર સરકારની કંપની DSTA અને ST એન્જીનિયરિંગ વચ્ચે એક ભાગીદારી હેઠળ તૈયાર કરી છે. સિંગાપુર પોતાની આ સેટેલાઈટ દ્વારા હોટ્સપોટ મોનિટરીંગ, ઝાકળ અને હવાઈ દુર્ઘટના દરમિયાન શોધ અને બચાવ કાર્યો વગેરે માટે ઉપયોગ કરી શકે છે. આ દરેક મૌસમમાં દિવસ અને રાત કવરેજ આપશે.

શું છે PSLV C55 ની ખાસિયત
PSLV C55 સિંગાપુરની સેટેલાઈટને સ્પેસમાં મોકલવા માટે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા તૈયાર કરવામાં આવેલો એક સમર્પિત કોમર્શિયલ પીએસએલવી મિશન છે. PSLV પોતાનામાં ખુબ ખાસ છે. ઈસરો દ્વારા ડિઝાઈન આ વ્હિકલને રિમોટ, ઓપરેશન, નેવિગેશન, નેવિગેશન, કોમ્યુનિકેશન અને મોટા અંતરિક્ષ મિશન માટે સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું છે. આ વ્હિકલને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી વિશ્વસનિયતા મેળવી છે કારણ કે તેના દ્વરા દુનિયાભરના અનેક સેટેલાઈટને ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા છે.

ઈસરોએ અત્યાર સુધીમાં 424 વિદેશી સેટેલાઈટ લોન્ચ કર્યાં
ઈસરોએ કોઈ વિદેશી સેટેલાઈટ લોન્ચ કર્યું હોય તે આ પહેલી ઘટના નથી. ઈસરો તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઈટ્સની સંખ્યા વધીને હવે 424 થઈ છે. ઈસરોએ વર્ષ 2015ના ડિસેમ્બર મહિનામાં પણ સિંગાપુરના સેટેલાઈટ લોન્ચ કર્યાં હતા. જેમાં TeLEOS-1 પણ સામેલ હતું.

આ પણ વાંચો : પુંછ આતંકી હુમલા કેસમાં 14 લોકો કસ્ટડીમાં, પૂછપરછ ચાલુ