Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Israeli Airstrike : દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલનો મોટો હુમલો, 2 બાળકો સહિત 10 લોકોના મોત…

05:54 PM Aug 17, 2024 |
  1. ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો કર્યો
  2. હુમલામાં ઓછામાં ઓછા 10 સીરિયન નાગરિકો માર્યા ગયા
  3. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ જાણકારી

ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો (Israeli Airstrike) કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે વહેલી સવારે ઈઝરાયેલ દ્વારા આ હુમલો (Israeli Airstrike) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 સીરિયન નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.

નાબાતીહ પ્રાંતમાં વાડી અલ-કાફુર પરનો હુમલો (Israeli Airstrike) એ લેબનોન પરનો સૌથી ભયંકર હુમલો (Israeli Airstrike) હતો, કારણ કે 8 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો (Israeli Airstrike) કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહનું કહેવું છે કે જ્યાં સુધી ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી તે તેના હુમલાઓ બંધ કરશે નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક મહિલા અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે. અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું – Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું

ઈઝરાયેલે હિઝબુલ્લાહના હથિયારોના ડેપો પર હુમલો કર્યો…

ઇઝરાયેલના મંત્રાલયના પ્રવક્તા અવિચાય અદ્રીએ કહ્યું કે દક્ષિણ પ્રાંતમાં આ હુમલામાં હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવવામાં આવ્યું હતું. વાડી અલ-કાફુરમાં કતલખાના ચલાવતા મોહમ્મદ શોએબે જણાવ્યું હતું કે હુમલો “ઔદ્યોગિક અને નાગરિક વિસ્તારમાં” કરવામાં આવ્યો હતો જ્યાં ઈંટ, મેટલ અને એલ્યુમિનિયમના કારખાનાઓ અને ડેરી ફાર્મ પણ હતું. હિઝબુલ્લાએ હુમલા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. લેબનીઝ સરકાર અને અન્ય કેટલાક દેશોના મુખ્ય નેતાઓ મહિનાઓથી ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગાઝામાં વાયરસનો પ્રકોપ! 25 વર્ષ બાદ જોવા મળ્યો Polio નો કેસ