+

Iskcon Bridge Accident Case પ્રજ્ઞેશ પટેલને હાલ જેલમાં જ રહેવું પડશે, 3 ઓગસ્ટે જામીન પર હાથ ધરાશે સુનાવણી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી યોજાઇ હતી.. જેમાં ચાર્જશીટ ફાઇલ ન થવાને કારણે મુદ્દત પડી હતી, હવે 3 ઓગસ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલની…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી યોજાઇ હતી.. જેમાં ચાર્જશીટ ફાઇલ ન થવાને કારણે મુદ્દત પડી હતી, હવે 3 ઓગસ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે..આમ હાલ તો પ્રજ્ઞેશ પટેલને જેલમાં જ રહેવું પડશે. મહત્વપૂર્ણ છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા છે પ્રજ્ઞેશ પટેલ..

પ્રજ્ઞેશ પટેલ 9 લોકોને પોતાની કાર નીચે કચડી નાંખનાર તેમના પુત્ર તથ્યને લઇને સ્થળ પરથી નીકળી ગયા હતા.. પ્રજ્ઞેશ પટેલ પર રેપકાંડ સહિત અનેક ગુના નોંધાયા છે. યુવતીને નશો કરાવી સામૂહિક દુષ્કર્મનાં કેસમાં પ્રજ્ઞેશ પટેલ મુખ્ય આરોપી છે.

પ્રજ્ઞેશ પટેલ પર 2020માં યુવતી પર ડ્રગ્સનો નશો કરી સામુહિક દુષ્કર્મ આચરવાનો આરોપ છે.. પ્રજ્ઞેશ પટેલ પર 8 થી વધુ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત સોલા પોલીસ સ્ટેશનમાં 2 કેસ પણ થયેલા છે. શાહપુર, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1-1- કેસ નોંધાયો છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં-1 તેમજ મહિલા ક્રાઈમમાં-1 કેસ નોંધાયેલ છે. જ્યારે ડાંગ અને મહેસાણાનાં પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધાયેલો છે

Whatsapp share
facebook twitter