Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખતરનાક ISI એજન્ટ Amir Hamza ની PAK માં હત્યા, આ આતંકવાદી હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ…

08:28 PM Jun 19, 2024 | Dhruv Parmar

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો થયો છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, એવું કહેવામાં આવે છે કે ISI એજન્ટ અને પાકિસ્તાન આર્મીના રિટાયર્ડ બ્રિગેડિયર આમિર હમઝા (Pakistan ISI Agent Amir Hamza)ની હત્યા કરવામાં આવી છે. તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને ગોળી મારવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આમિર હમઝા (Amir Hamza) ભારતીય સેના પર હુમલાઓનું આયોજન કરતો હતો. હવે તેને ખતમ કરી દેવામાં આવ્યો છે. આમિર હમઝા (Amir Hamza)ને ઘણા મોટા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આમિર હમઝા (Amir Hamza)ની હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ બહાર આવ્યું નથી પરંતુ તેના મોથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

આમિરે 2018 માં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો…

આમિર હમઝા (Amir Hamza)એ 2018 માં જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલો કર્યો હતો, જેમાં 6 ભારતીય જવાનો શહીદ થયા હતા. આમિર હમઝા (Amir Hamza) પાકિસ્તાન આર્મીનો એક રિટાયર્ડ બ્રિગેડિયર અને મુખ્ય એજન્ટ હતો.

શાર્પ શૂટરોએ અચાનક હુમલો કર્યો…

આમિર હમઝા (Amir Hamza)ની હત્યા થઈ હોવાનું માનીને શાર્પ શૂટરો સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. પંજાબ રાજ્ય પોલીસે તેને ટાર્ગેટેડ કિલિંગ ગણાવી છે. નિવૃત્ત બ્રિગેડિયર આમિર હમઝા (Amir Hamza) ISI નો ભયંકર જાસૂસ અને ભારતનો મોટો દુશ્મન હતો. તે 10 ફેબ્રુઆરી 2018 ના રોજ જમ્મુના સુંજુવાન કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તેમના નિર્દેશ પર જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આર્મી કેમ્પના ફેમિલી એરિયામાં ઘૂસ્યા હતા. આ આતંકવાદીઓને ખતમ કરવામાં ભારતીય સેનાને ત્રણ દિવસ લાગ્યા હતા. આ આતંકવાદી હુમલામાં આપણી સેનાના છ જવાનો શહીદ થયા હતા. મૌલાના આમિર હમઝા (Amir Hamza) પણ 26/11ના મુંબઈ હુમલાના આરોપમાં મોસ્ટ વોન્ટેડ હતા. વર્ષ 2012માં અમેરિકાએ આ ખતરનાક આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાના રહેવાસી હતા. ત્યાંથી તે સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : Reasi Terror Attack : જમ્મુના રિયાસી આતંકી હુમલાના કેસમાં મોટી સફળતા, એક આરોપીની ધરપકડ

આ પણ વાંચો : Bihar : અચાનક PM મોદીનો હાથ પકડી આંગળીઓ ચેક કરવા લાગ્યા નીતિશ કુમાર, જાણો શા માટે…

આ પણ વાંચો : Jammu and Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર…