- બવેરિયાની રાજધાની મ્યુનિકમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ નજીક ગોળીબારના અવાજો
- અચાનક ફાયરિંગ શરુ થતાં સ્થાનિકોમાં હડકંપ
- હાલમાં બ્રિનરસ્ટ્રાસ અને કેરોલિનપ્લેટ્ઝ વિસ્તારમાં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે
Israel Embassy : મ્યુનિકમાં ઇઝરાયેલ એમ્બેસી (Israel Embassy)ની બહાર એક શૂટરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અચાનક ફાયરિંગ શરુ થતાં સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો અને લોકો ભાગો ભાગો..કહીને દોડવા લાગ્યા હતા. આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિને ભાગતો બતાવવામાં આવ્યો છે, જ્યારે અનેક ગોળીઓનો અવાજ સંભળાય છે. આ ઘટના બાદ ડઝનબંધ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલમાં બ્રિનરસ્ટ્રાસ અને કેરોલિનપ્લેટ્ઝ વિસ્તારમાં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે
પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ એક શંકાસ્પદ પર ગોળી ચલાવી હતી, જે ઘાયલ થયો હતો અને હાલમાં વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મ્યુનિક પોલીસે ટ્વિટર પર લખ્યું છે કે હાલમાં બ્રિનરસ્ટ્રાસ અને કેરોલિનપ્લેટ્ઝ વિસ્તારમાં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અમારી પાસે ઘણા ઇમરજન્સી કર્મચારીઓ છે. અમે તમને આ વિસ્તારને શક્ય તેટલું ટાળવા વિનંતી કરીએ છીએ. આ ઓપરેશન માટે હેલિકોપ્ટરથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-—Russia-Ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર, યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે ‘India’
બવેરિયાની રાજધાની મ્યુનિકમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ નજીક વારંવાર ગોળીબારના અવાજો
ઇઝરાયલી મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે મ્યુનિકમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ પાસે ગોળીબારની ઘટના બની હતી. બવેરિયાની રાજધાની મ્યુનિકમાં ઇઝરાયેલી કોન્સ્યુલેટ નજીક વારંવાર ગોળીબારના મોટા અવાજો બાદ મોટી સંખ્યામાં પોલીસ દળોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
કોઈ કર્મચારીને ઈજા થઈ નથી
વિદેશ મંત્રાલયના કાર્યાલયે કહ્યું કે કોન્સ્યુલેટનો કોઈ કર્મચારી ઘાયલ થયો નથી. હુમલાખોરને સુરક્ષા દળોએ પકડી લીધો છે, જેઓ પરિસ્થિતિને સંભાળી રહ્યા છે. જેરુસલેમ પોસ્ટ અનુસાર, 52 વર્ષ પહેલા મ્યુનિકમાં પણ આવો જ હુમલો થયો હતો. ઈઝરાયેલના ઓલિમ્પિક ખેલાડીઓની પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની યાદમાં ગુરુવારે કોન્સ્યુલેટ બંધ રાખવામાં આવ્યું હતું. મ્યુનિક પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશનના સંબંધમાં અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોવાના કોઈ સંકેત મળ્યા નથી.
આ પણ વાંચો—જેને કરતા હતા પ્રેમ… તે જ નેતાએ Justin Trudeauને આપ્યો દગો…