+

Iran : પકડો આમને…જિંદા યા મુર્દા.. આ છે..ઈઝરાયેલના ‘આતંકવાદીઓ’ની યાદી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ વધ્યો ઈઝરાયલે ઈરાનને પરિણામ ભોગવવાની ખુલ્લેઆમ ચેતવણી આપી છતાં ઈરાનની હિંમત ડગમગી રહી નથી ઈરાન સરકારે પણ એક પોસ્ટર બહાર પાડ્યું ઈઝરાયેલના ‘આતંકવાદીઓ’ની યાદી વડાપ્રધાન…
  • ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ વધ્યો
  • ઈઝરાયલે ઈરાનને પરિણામ ભોગવવાની ખુલ્લેઆમ ચેતવણી આપી
  • છતાં ઈરાનની હિંમત ડગમગી રહી નથી
  • ઈરાન સરકારે પણ એક પોસ્ટર બહાર પાડ્યું
  • ઈઝરાયેલના ‘આતંકવાદીઓ’ની યાદી
  • વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ ટોચ પર

Iran and Israel : ઈરાન અને ઈઝરાયેલ (Iran and Israel)વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. મિસાઇલ હુમલા બાદ ઈઝરાયલે ઈરાનને પરિણામ ભોગવવાની ખુલ્લેઆમ ચેતવણી આપી છે, તેમ છતાં ઈરાનની હિંમત ડગમગી રહી નથી. તેનું નવું કારનામું તેનો પુરાવો છે.

ઈરાન સરકારે પણ એક પોસ્ટર બહાર પાડ્યું

પહેલા ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, હવે તેણે પોસ્ટર વોર પણ શરૂ કરી દીધી છે. જે રીતે ઈઝરાયેલે હિઝબુલ્લાહ કમાન્ડરોનું પોસ્ટર બહાર પાડ્યું હતું તે જ રીતે હવે ઈરાન સરકારે પણ એક પોસ્ટર બહાર પાડ્યું છે.

આ પણ વાંચો—Netanyahu : ઇરાન….કરારા જવાબ મિલેગા….રેડી રહેના…

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ ટોચ પર

જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ ટોચ પર છે. લખવામાં આવ્યું છે કે સમગ્ર સરકાર, મૃત કે જીવિત, ઈરાની ગુપ્તચર મંત્રાલય દ્વારા વોન્ટેડ છે.

ઈઝરાયેલના ‘આતંકવાદીઓ’ની યાદી

ઈરાન દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ઈઝરાયેલના ‘આતંકવાદીઓ’ની યાદી છે. તે ઈરાન સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સૌથી ઉપર પીએમ બેન્જામિન નેતન્યાહુનો ફોટો છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન અને ત્યારબાદ ચીફ ઓફ જનરલ સ્ટાફનું નામ પણ છે.

આ પણ વાંચો-ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu

Whatsapp share
facebook twitter