Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Iran Election 2024: જાણો… ઈરાનની ચૂંટણીમાં 12 ઈમામોનું કેવી રીતે અહમ ભૂમિકા ભજવે છે?

05:34 PM Feb 23, 2024 | Aviraj Bagda

Iran Election 2024: ઈરાનમાં વર્ષ 2022 ના હિજાબ આંદોલન બાદ પ્રથમ વખત ચૂંટણી (Iran Election) યોજાઈ રહી છે. ઈરાનના લોકો તેમજ સમગ્ર વિશ્વ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. કારણ કે ઈરાની સરકાર પર તાજેતરના સમયમાં ઘણા માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો લાગ્યા છે.

  • આ વર્ષ વિશ્વના ઘણા દેશો માટે ચૂંટણીનું વર્ષ છે
  • ઉમેદવારને પાસ કરે ત્યારે જ તે ચૂંટણી લડી શકે છે
  • ગાર્ડિયન કાઉન્સિલ શું છે?
  • કાઉન્સિલે મહિલાઓના મહત્તમ નામ આપ્યા

આ વર્ષ વિશ્વના ઘણા દેશો માટે ચૂંટણીનું વર્ષ છે

વર્ષ 2022 માં ઈરાને દેશની કઠોર શરિયા (Syria) અને મહિલા કાયદાઓ વિરુદ્ધ ઉઠેલા અવાજોને સરમુખત્યારશાહી (Dictatorship) રીતે દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વર્ષ વિશ્વના ઘણા દેશો માટે ચૂંટણીનું વર્ષ છે. પરંતુ ઈરાન (Iran Election) માં લોકો અન્ય દેશની જેમ તેમના નેતાઓ માટે મત આપતા નથી. ન તો કોઈ ઈરાની નાગરિક અહીં ચૂંટણી લડી શકે છે. ઈરાનમાં ચૂંટણી (Iran Election) માં ઊભા રહેવા માટે પણ ધાર્મિક નેતાઓની પરવાનગીની જરૂર છે.

Iran Election 2024

ઉમેદવારને પાસ કરે ત્યારે જ તે ચૂંટણી લડી શકે છે

ઈરાનની ચૂંટણી (Iran Election) પ્રથા પણ ભારત (India Election) ની ચૂંટણી પ્રથાની જેમ અલગ ગણવામાં આવે છે. ભારતની જેમ ઈરાનને ‘રિપબ્લિક ઓફ ઈન્ડિયા’ (Republic Of India) નહીં પરંતુ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન (Islamic Republic Of Iran) કહેવામાં આવે છે. ઈરાનની ચૂંટણી (Iran Election) માં સ્થાનિક ગૃહ મંત્રાલય અને ગાર્ડિયન કાઉન્સિલ (Guardian Council) મુખ્ય ભૂમિકા ભજવે છે. ચૂંટણી લડતા પહેલા ઉમેદવારે ગાર્ડિયન કાઉન્સિલ (Guardian Council) પાસેથી મંજૂરી મેળવવી પડે છે. જ્યારે ગાર્ડિયન કાઉન્સિલ (Guardian Council) ઉમેદવાર પાસ કરે ત્યારે જ તે ચૂંટણી લડી શકે છે.

ગાર્ડિયન કાઉન્સિલ શું છે?

ગાર્ડિયન કાઉન્સિલ (Guardian Council) ઈરાનના 12 ઈમામોનું એક મંડળ છે. જેમાંથી 6 ઈમામો સીધા ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા ચૂંટાય છે. આ સંસ્થા પાસે ઈરાનની સેના, ન્યાયતંત્ર, ચૂંટણીઓ પર સીધી દેખરેખ રાખવાની અને સંસદમાં પસાર થયેલા કાયદાઓને મંજૂર અથવા નકારવાની સત્તા છે. તે ઈરાની અર્થવ્યવસ્થા સાથે સંબંધિત મહત્વપૂર્ણ પાયાની પણ દેખરેખ રાખે છે. ઈરાનમાં કોણ ચૂંટણી લડશે તેની પણ આ 12 ઈમામ મંજૂરી આપે છે.

Iran Election 2024

કાઉન્સિલે મહિલાઓના મહત્તમ નામ આપ્યા

ગાર્ડિયન કાઉન્સિલે (Guardian Council) આ વર્ષે ચૂંટણી પંચને 15,200 ઉમેદવારોના નામ મોકલ્યા છે. આ વર્ષે કાઉન્સિલની યાદીમાં 1,713 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉની 2020 ની ચૂંટણીમાં માત્ર 819 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈરાનની ચૂંટણી 1 માર્ચે યોજાશે અને મેના અંત સુધીમાં નવી સંસદની રચના થઈ જશે.

આ પણ વાંચો: British Parliament : જમ્મુ કાશ્મીરની પત્રકાર યાના મીરે બ્રિટીશ સંસદમાં પાકિસ્તાનની રીતસર ધોલાઇ કરી