+

Gujarat Police : IPS સુરોલિયા આઉટ ઑફ ટર્ન પ્રમોશનની શરૂઆત કરાવવામાં નિમિત્ત બન્યાં

ગુજરાત પોલીસના ઈતિહાસ (Gujarat Police History) ની ચર્ચામાં જો કેટલાંક નામો આવતા હોય તો તેમાં એ. કે. સુરોલિયા (A K Surolia IPS) મોખરે છે. ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાની મિશાલ બની…

ગુજરાત પોલીસના ઈતિહાસ (Gujarat Police History) ની ચર્ચામાં જો કેટલાંક નામો આવતા હોય તો તેમાં એ. કે. સુરોલિયા (A K Surolia IPS) મોખરે છે. ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાની મિશાલ બની ચૂક્યાં છે સુરોલિયા. 1985ની બેચના IPS એ કે સુરોલિયાની ટીમમાં કામ કરનારા અધિકારીઓ પૈકી ત્રણ અધિકારી તેમની કામગીરી અને નિષ્ઠાના કારણે આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) મેળવી ચૂક્યાં છે. રાજ્ય પોલીસ બેડામાં બે DySP થી SP, ત્રણ PSI થી PI, બે PI થી DySP અને બે HC (હેડ કોન્સ્ટેબલ) થી PSI તરીકેનું ટુ સ્ટેપ આઉટ ઑફ ટર્ન પ્રમોશન મેળવી ચૂક્યાં છે.

CM ચીમનભાઈએ સુરોલિયાને પૂછ્યું કોઈ દાખલો છે : 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદીન સુધીમાં પોલીસ વિભાગમાં કુલ 7 અધિકારી-કર્મચારીઓને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 1995 થી આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાની પરંપરા શરૂ થઈ છે. 90ના દાયકામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના તત્કાલિન DCP અનુપમ કુમાર સુરોલિયા (Anupam Kumar Surolia IPS) નિમિત બન્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું નાક કહેવાતા તરૂણ બારોટને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. PSI તરૂણ બારોટ (Tarun Barot) ને પ્રમોશન આપવા માટે કોઈ દાખલો છે  ? તેવો પ્રશ્ન તત્કાલિન CM ચીમનભાઈ પટેલે (Chimanbhai Patel) IPS સુરોલિયાને પૂછ્યો હતો. સામે વળતા જવાબમાં સુરોલિયાએ પંજાબ પોલીસ (Punjab Police) માં આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવે છે તેવો દાખલો આપતા દરખાસ્ત આગળ વધી હતી. ચીમનભાઈ પટેલના આકસ્મિક નિધન બાદ છબીલદાસ મહેતા (Chhabildas Mehta) મુખ્યમંત્રી બન્યા હતા અને ગણતરીના મહિનાઓ બાદ પદ પરથી ઉતરતી વખતે તેમણે ગૃહ વિભાગ (Home Department) ને તરૂણ બારોટના આઉટ ઑફ ટર્ન પ્રમોશનને આગળ ધપાવવા સૂચના આપી હતી.

તરૂણ બારોટથી થઈ શરૂઆત : ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતાની સરકાર બાદ BJP ના કેશુભાઈ પટેલ (Keshubhai Patel) મુખ્યમંત્રીની ગાદી પર બેઠા. આઉટ ઑફ ટર્ન પ્રમોશનનો આરંભ 1982-83 બેચના PSI તરૂણકુમાર અમૃતલાલ બારોટ (T A Barot) થી થયો. ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા, પરંતુ તરૂણ બારોટને વિશેષ બઢતી આપવાની ફાઈલ રોકાઈ નહીં. તમને જણાવી દઈએ કે, 90ના દસકામાં PSI અને બાદમાં PI બનેલા તરૂણ બારોટનો સિક્કો પડતો હતો. પોલીસ વિભાગમાં તેમની એક અલગ જ ઓળખ હતી. બારોટે વર્ષ 1992માં શીખ ત્રાસવાદી (Sikh Terrorist) ઈન્દરપાલસિંઘ ઉર્ફે લાલસિંઘે (Inder Pal Singh alis Lal Singh) અમદાવાદમાં બે ઠેકાણે છુપાવેલી 31 નંગ AK-47 ગન, રોકેટ લોન્ચર (Rocket Launcher) ટ્રાન્ઝિસ્ટર બોંબ (Transistor Bomb) RDX સહિતનો મોતનો સામાન કબજે કર્યો હતો. ગેંગસ્ટર અબ્દુલ વહાબ (Gangster Abdul Wahab) ની મુંબઈ ખાતેથી ધરપકડ, ખાલિસ્તાન ચળવળ ચલાવતા ઉગ્રવાદીઓ વિરોધી કાર્યવાહી, RDX લેન્ડીગ કેસમાં Don દાઉદ ઈબ્રાહીમ (Daud Ibrahim) માટે કામ કરતા મોહંમદહનીફની ધરપકડ સહિત અનેક નોંધપાત્ર કામગીરી કરી હતી.

90ના દસકામાં 5 અધિકારી-કર્મચારીને વિશેષ બઢતી : તરૂણ બારોટને વર્ષ 1995માં આઉટ ઑફ ટર્ન પ્રમોશનની શરૂઆત થઈ ગઈ હતી અને આનો લાભ ડૉન અબ્દુલ લતીફ (Abdul Latif) ને દિલ્હીથી પકડનારી એટીએસ (Gujarat ATS) ટીમના ત્રણ સભ્યોને મળ્યો. PI આઈ. સી. રાજ (I C Raj) ને DySP,  PSI જે. ડી રામગઢીયા (J D Ramgadhiya) ને PI અને HC જયેન્દ્રસિંહ વાઘેલા (Jayendrasinh Vaghela) PSI બનાવી દેવાયા. ભરબજારે થઈ રહેલી લૂંટને અટકાવવા જીવના જોખમે ગયેલા PSI એ. એ. ચૌહાણ (A  A Chauhan) ને આરોપીએ ચાકૂ માર્યું હતું. જો કે, આરોપીને પોલીસ કર્મચારીની મદદથી પકડી લેવાયો હતો. આ કિસ્સામાં એ. એ. ચૌહાણને PI તરીકે બઢતી અપાઈ હતી. આ તમામ અધિકારી-કર્મચારીઓને 1990ના દસકામાં આઉટ ઑફ ટર્ન પ્રમોશન અપાયા હતા.

પોલીસનું કામ આસાન કરનારને પ્રમોશનથી બિરદાવાયા : વર્ષ 1996માં કોન્સ્ટેબલ તરીકે દિલીપસિંહ બાબરજી ઠાકોર (Dilip Thakor) પોલીસ ખાતામાં જોડાયા. 25 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરને સિરિયલ બ્લાસ્ટે હચમચાવી દીધું. 56 નિર્દોષ નાગરિકોના મોત અને 200 જેટલાં લોકો ઘાયલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ ગઈ. બીજા દિવસે 26 જુલાઈના રોજ મહેસાણા જિલ્લા (Mehsana District) પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરને સિનિયર અધિકારીઓએ યાદ કર્યા. ટેકનિકલ એનાલીસીસ (Technical Analysis) માં માહેર દિલીપ ઠાકોરે ફરાર આતંકીઓેને શોધી કાઢવા દિવસ-રાતના ઉજાગરા શરૂ કર્યા. ડેપ્યુટેશન પર આવેલા દિલીપ ઠાકોર ત્યારથી ક્રાઈમ બ્રાંચની જરૂરિયાત બની ગયા. તેમણે પોલીસ વિભાગ માટે ઉપયોગી એકલવ્ય વાહન (Eklavya Vehicle) એકલવ્ય સીડીઆર (Eklavya CDR) એકલવ્ય એસડીઆર (Eklavya SDR) પિનાક-ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ (Pinac Criminal Tracking System) સહિતના 10 મહત્વના સોફ્ટવેર ડેવલપ કર્યા છે. આ સોફ્ટવેર અમદાવાદ સહિત રાજ્ય પોલીસ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વર્ષ 2016માં દિલીપ ઠાકોર (PSI Dilip Thakor) ને હેડ કોન્સ્ટેબલમાંથી આઉટ ઑફ ટર્ન ટુ સ્ટેપ પ્રમોશન (Two Step Promotion) આપી PSI બનાવી દેવાયા અને હાલ તેઓ ક્રાઈમ બ્રાંચ અમદાવાદમાં જ તૈનાત છે.

પટેલ અને રોજિયા ટીમ સુરોલિયામાં હતા : BSF માંથી ડેપ્યુટેશન કાળ પૂરો થતાં એ. કે. સુરોલિયા સપ્ટેમ્બર-2012માં ગુજરાત પોલીસમાં પરત ફર્યા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમને ગુજરાત એટીએસ ચીફ (Gujarat ATS Chief) તરીકે નિમણૂંક આપી અને DGP ATS તરીકે સુરોલિયા મે-2020માં નિવૃત્ત થયા. તાજેતરમાં SP નું આઉટ ઑફ ટર્ન પ્રમોશન મેળવનારા DySP કે. કે. પટેલ (K K Patel) અને DySP ભાવેશ રોજીયા (Bhavesh Rojiya) વર્ષ 2018થી સુરોલિયા નિવૃત્ત થયા ત્યાં સુધી તેમની ટીમનો હિસ્સો રહ્યાં. આ દરમિયાન પટેલ અને રોજીયાએ અનેક ઓપરેશન પાર પાડ્યા.

 

આ પણ’ વાંચો-DYSP પટેલ અને રોજિયાને કેમ અપાયા આઉટ ઑફ ટર્ન પ્રમોશન ?

 

Whatsapp share
facebook twitter