+

IPL 2024 Qualifier – 2 : આજે RR અને SRH માંથી આ ટીમ જીતશે તો KKR ને થશે ફાયદો!

IPL 2024 ની ક્વોલિફાયર – 2 (IPL 2024 Qualifier – 2) મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (SRH vs RR) વચ્ચે ચેન્નઈમાં સ્થિત એમ ચિદમ્બરમ સ્ટેડિયમ (M Chidambaram Stadium)…

IPL 2024 ની ક્વોલિફાયર – 2 (IPL 2024 Qualifier – 2) મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (SRH vs RR) વચ્ચે ચેન્નઈમાં સ્થિત એમ ચિદમ્બરમ સ્ટેડિયમ (M Chidambaram Stadium) માં રમાશે. આ મેચમાં જ્યા એક તરફ રાજસ્થાનની ટીમ (Rajasthan’s Team) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને હરાવીને પહોંચી છે તો બીજી તરફ હૈદરાબાદની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) સામે હારીને પહોંચી છે. કોલકતા નાઈટ રાઈડર્સ પહેલાથી જ IPL 2024 ના ફાઈનલ (Final) માં પહોંચી ચુકી છે. ત્યારે આ બંને ટીમોમાંથી કઇ ટીમ ફાઈનલમાં પહોંચશે તે આજે રાત્રે સામે આવી જશે. આ મેચને કોલકતા ખૂબ જ ધ્યાનથી જોશે ત્યારે જાણીએ તે કઇ ટીમની જીત માટે પ્રાર્થના કરશે.

આજે SRH vs RR વચ્ચે રમાશે IPL 2024 Qualifier – 2

આજે IPLની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (Sunrisers Hyderabad and Rajasthan Royals) વચ્ચે રમાવાની છે. IPL 2024 ની ક્વોલિફાયર 2 ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) માં રમાશે. બંને ટીમો માટે ચાલુ સિઝનની ટાઈટલ મેચ સુધી પહોંચવાની આ છેલ્લી તક છે. હૈદરાબાદ અને રાજસ્થાન (Hyderabad and Rajasthan) વચ્ચેની આ મેચમાં જે પણ ટીમ જીતશે તેનો મુકાબલો 26મી મેના રોજ ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે થશે. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ક્વોલિફાયર 1 (Qualifier 1) માં હૈદરાબાદને હરાવીને ફાઇનલ (Final) માં પ્રવેશ કર્યો હતો.

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ ટીમ સતત ચાર મેચ હારી હતી પરંતુ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટે હરાવીને યોગ્ય સમયે જીત નોંધાવી હતી. ક્વોલિફાયર 2 માં, IPLના સર્વશ્રેષ્ઠ પાવર હિટર ટ્રેવિડ હેડ-અભિષેક શર્મા અને રાજસ્થાનના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનની ચતુર સ્પિન જોડી વચ્ચે સખત સ્પર્ધા થઈ શકે છે.

બંને ટીમો સામે KKRના આંકડા

કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા ક્વોલિફાયર પર પણ નજર રાખવા જઈ રહી છે. ભલે KKR પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને સારા ફોર્મમાં છે, કોલકાતા હજી પણ ફાઇનલમાં એવી ટીમનો સામનો કરવા માંગશે જેની સામે તેની પાસે સારા આંકડા છે. જણાવી દઈએ કે IPL 2024માં KKR અને રાજસ્થાન વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. આ 30 મેચોમાંથી કોલકાતાએ 14 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને 14 મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે. જેમાંથી હૈદરાબાદે 9 મેચ જીતી છે જ્યારે કોલકાતાએ 18 મેચ જીતી છે.

આ સિઝનમાં KKRનું પ્રદર્શન

આંકડા પુરાવા આપે છે કે કોલકાતા નાઈટ રાઈડર્સનો હૈદરાબાદ સામે સારો રેકોર્ડ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે KKR આજે હૈદરાબાદને કોઈપણ સંજોગોમાં જીતે તેવી પ્રાર્થના કરશે. જો હૈદરાબાદ આજે જીતશે તો KKR માટે ટ્રોફીની રેસ આસાન બની જશે. આ સિવાય જો આ સિઝનની વાત કરીએ તો કોલકાતાએ આ સિઝનમાં હૈદરાબાદ સામે 2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. આ સિઝનમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાંથી એક મેચ રાજસ્થાનના નામે રહી હતી અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આનાથી સ્પષ્ટ છે કે કોલકાતા ક્યારેય ઇચ્છશે નહીં કે રાજસ્થાન ક્વોલિફાયર 2માં જીતે.

SRH vs RR હેડ-ટુ-હેડ રેકોર્ડ  

જણાવી દઈએ કે, IPL 2024ની ક્વોલિફાયર 2 મેચ આવતીકાલે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. મેચ પહેલા બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી બંને ટીમો IPLમાં 19 વખત સામસામે આવી ચુકી છે. આ 19 મેચોમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 10 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને 9 મેચ જીતી છે. જોકે, આ બંને ટીમો વચ્ચેની એક પણ મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થઈ નથી.

આ પણ વાંચો – હાર્દિક અને નતાશાના સંબંધમાં પડી તિરાડ! વાત પહોંચી શકે છે છૂટાછેડા સુધી

આ પણ વાંચો – અમદાવાદમાં RCB ની હાર સાથે CSK નો આ ખેલાડી થવા લાગ્યો ટ્રોલ, જાણો શું છે કારણ

Whatsapp share
facebook twitter