+

IPL 2024 Final : હૈદરાબાદ માત્ર 113 રનમાં ઓલઆઉટ, કોલકાતાને ટ્રોફી જીતવા 114 રનનો ટાર્ગેટ

IPL 2024 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ (IPL 2024 Final)મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં…

IPL 2024 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ (IPL 2024 Final)મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી SRHની ટીમ 114 રનનો જ નાનો ટાર્ગેટ આપી શકી હતી.

હૈદરાબાદની ટીમે ફાઇનલમાં શરમજનક રેકોર્ડ

મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા બાદ તે પડી ભાંગી હતી. આ સાથે હૈદરાબાદની ટીમે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ફાઈનલ મેચમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ચેન્નાઈની ટીમે 2013ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.

 

સ્ટાર્ક-હર્ષિત સાથે રસેલની 2-2 વિકેટ લીધી

વર્તમાન ફાઈનલ મેચમાં KKR ટીમના બોલરો સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતા દેખાતા હતા. હૈદરાબાદ ટીમના બેટ્સમેનો તેની સામે સારું પ્રદર્શન કરી શક્યા નહીં. કોલકાતા સામેની મેચમાં SRH ટીમના કેપ્ટન પેટ કમિન્સ 24 રન અને એડન માર્કરામ સૌથી વધુ 20 રન બનાવી શક્યા હતા.તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. તેના પછી હેનરિક ક્લાસને 16 રન બનાવ્યા હતા. જ્યારે KKR ટીમ માટે ફાસ્ટ બોલર આન્દ્રે રસેલે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી.

આ પણ  વાંચો – Malaysia Masters 2024 : પીવી સિંધુએ ફાઇનલમાં જગ્યા બનાવી, સેમિફાઇનલમાં થાઇલેન્ડની ખેલાડીને હરાવી…

આ પણ  વાંચો – એવું શું થયું કે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઉડવા લાગી મજાક?

આ પણ  વાંચો – Pakistan Squad : T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી

Whatsapp share
facebook twitter