Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2023 : 22 વર્ષના આ ખેલાડીએ IPL માં ફટકારી તોફાની સદી, તોડી નાખ્યા અનેક રેકોર્ડ્સ

11:16 PM May 13, 2023 | Dhruv Parmar

પંજાબ કિંગ્સના એક યુવા બેટ્સમેને શનિવારે IPL માં તેના બેટથી કોહરામ મચાવ્યો હતો. તેણે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. આ સાથે 22 વર્ષના આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવવાનું શરૂ કરી દીધું છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે શનિવારે IPL ની 59 મી મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબ તરફથી રમતા 22 વર્ષીય પ્રભસિમરન સિંહે ઝડપી બેટિંગ કરી હતી. તેણે 61 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પ્રભસિમરને ઈનિંગની 18મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સતત ચોગ્ગા ફટકારીને પોતાના સ્કોરને ત્રણ અંકમાં પહોંચાડ્યો હતો. પ્રભસિમરને 65 બોલમાં 103 રનની ઈનિંગમાં 10 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

આ ખાસ યાદીમાં સામેલ છે

આ સાથે પ્રભસિમરન સિંહ IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ યાદીમાં સંજુ સેમસન તેના ઉપર છે, જેણે 2017માં રાઈઝિંગ પુણે સામે 22 વર્ષે સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ (21 વર્ષ), દેવદત્ત પડિકલ (20 વર્ષ ), ઋષભ પંત (20 વર્ષ ), મનીષ પાંડે (19 વર્ષ ) પણ આ યાદીમાં છે.

પંજાબની ટીમ મોટો સ્કોર કરી શકી નથી

ઓપનર પ્રભસિમરન સિંહની સદી છતાં પંજાબની ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી. ટીમે 7 વિકેટે 167 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિવાય, માત્ર સેમ કરને (20) અને સિકંદર રઝા અણનમ 11 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઝડપી બોલર ઈશાંત શર્માએ 2 જ્યારે અક્ષર પટેલ, પ્રવીણ દુબે, કુલદીપ યાદવ અને મુકેશ કુમારને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો :  IPL 2023: એકલા લડ્યા, ઉભા રહ્યા અને મુંબઈ સામે હારીને પણ જીતી ગયા રાશિદ ખાન