Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2023 : પોઈન્ટ ટેબલની રેસમાં કોણ બનશે નંબર-1?

06:05 PM Apr 19, 2023 | Viral Joshi

Rajasthan Royals vs Lucknow Super Giants : IPL 2023ની 26મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મુકાબલો રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં રમાશે. સતત ત્રણ મેચોમાં જીત મેળવેલી રાજસ્થાનની ટીમ ફોર્મમાં છે. જ્યારે ગત મેચમાં પંજાબ વિરૂદ્ધ હારનો સામનો કરી ચુકેલી લખનૌ સુપર જાયન્ટની ટીમ આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવા માંગશે. બંને ટીમે વચ્ચેની આ મેચ ખુબ જ રોમાંચક જોવા મળશે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ છે અને એવામાં બોલર માટે થોડી મુશ્કેલી રહેશે.

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચોના આંકડાઓની વાત કરવામાં આવે તો સંજુ સેમસનની ટીમ મજબૂત છે. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં બે મેચો રમાઈ છે જે બંને મેચ રાજસ્થાને જીતી છે. આ બંને મુકાબલો ગત આઈપીએલ 2022માં થયા હતા. લખનૌએ રાજસ્થાન સામે જીતનું ખાતું ખોલવાનું બાકી છે.

કેવી છે પીચ
જયપુર સ્થિત સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકુળ છે પણ જેમ જેમ મેચ આગળ વધે છે પીચ સ્પિનર્સને અનુકુળ થઈ જાય છે. છેલ્લી કેટલીક ટી20 મેચોમાં અહીં ટાર્ગેટનો પીછો કરનારી ટીમ જીતી છે તેથી રાજસ્થાન લખનૌ વચ્ચે થનારા મુકાબલામાં ટૉસ જીતીને બંને ટીમો પહેલાં બોલિંગ કરવાનું ઈચ્છશે.

કોણ જીતશે મેચ?
રાજસ્થાન રોયલ્સની ટીમ હાલના સમયમાં ફોર્મમાં છે તે સતત ત્રણ મેચ જીતી ચુકી છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં લખનૌની ટીમ રાજસ્થાનથી જીતી નથી. એવામાં સંજુ સેમસનની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ મેચ જીત નોંધાવી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.

લખનૌ સુપર જાયન્ટ્સ
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, માર્ક વુડ, યુદ્ધવીર સિંહ ચરક.

આ પણ વાંચો : ગરીબીમાં વીત્યા દિવસો, ઉધાર લઈને રમ્યો ક્રિકેટ, હવે બન્યા સેંકડો ખેલાડીઓના ‘મસીહા’