- આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યા
- વોશરૂમમાં છુપો કેમેરો મળ્યા બાદ ભારે હોબાળો
- વિજયે પહેલા માત્ર તેની ગર્લફ્રેન્ડનો જ વીડિયો બનાવ્યો
- ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી હોસ્ટેલમાં કેમેરા લગાવવાનું કહ્યું
AP : આંધ્રપ્રદેશ (AP )ના કૃષ્ણા જિલ્લામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યા હોવાના કિસ્સાએ ખળભળાટ મચાવ્યો છે. વોશરૂમમાં છુપો કેમેરો મળ્યા બાદ ભારે હોબાળો થયો હતો. આ મામલો ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગનો છે. આ મામલાની માહિતી મળતાં જ વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો હતો. આ કેસમાં પોલીસે કોલેજના બી.ટેકના અંતિમ વર્ષના વિદ્યાર્થી વિજય કુમારની ધરપકડ કરી છે.
છુપા કેમેરાથી રેકોર્ડ કરાયેલા વીડિયો વેચવામાં આવી રહ્યા હતા
પોલીસે આરોપીનો ફોન અને લેપટોપ જપ્ત કરી લીધો છે. મળતી માહિતી મુજબ, છુપા કેમેરાથી રેકોર્ડ કરાયેલા વીડિયો વેચવામાં આવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 300 ફોટો-વિડિયો લીક થયા છે. આ દરમિયાન આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
બ્લેકમેલ કરીને હોસ્ટેલના વોશરૂમમાં છુપા કેમેરા લગાવ્યા
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગર્લ્સ હોસ્ટેલના વૉશરૂમમાં એક કૉલેજ યુવતીએ આરોપી વિજયને હિડન કૅમેરા લગાવવામાં મદદ કરી છે. જો કે પોલીસ પ્રશાસન દ્વારા હજુ સુધી યુવતીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આરોપી વિજયનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આરોપી વિજયની ગર્લફ્રેન્ડ છે અને તેણે જ કેમેરો છુપાવ્યો હતો.
આ પણ વાંચો–– ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળી આવ્યો Hidden Camera, આરોપી પાસે 300 વીડિયોની આશંકા
ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી હોસ્ટેલમાં કેમેરા લગાવવાનું કહ્યું
આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વિજયે પહેલા માત્ર તેની ગર્લફ્રેન્ડનો જ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તેને બ્લેકમેલ કરી હોસ્ટેલમાં કેમેરા લગાવવાનું કહ્યું હતું. રાજ્યના માનવ સંસાધન વિકાસ મંત્રી નારા લોકેશે પણ આ કથિત ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
રાજ્યના માનવ સંસાધન વિકાસ મંત્રી નારા લોકેશે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે “મેં કોલેજમાં વિદ્યાર્થિનીઓના ટોયલેટમાં ગુપ્ત કેમેરા લગાવવાના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. દોષિતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે કોલેજોમાં આવી ઘટનાઓ ફરી ન બને.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે
દરમિયાન, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કૃષ્ણા જિલ્લામાં ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગુપ્ત કેમેરા લગાવવાના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખાણકામ મંત્રી કે રવિન્દ્ર, કૃષ્ણા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને કૉલેજની મુલાકાત લેવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો––Mamata,બંગાળમાં દુષ્કર્મના 48,600 કેસ પેન્ડિંગ.કેન્દ્રનો પત્ર…