Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BANGLADESH માં દસ દિવસ બાદ INTERNET સેવા શરૂ, મળશે રોજના 5 GB FREE DATA

11:31 AM Jul 29, 2024 | Harsh Bhatt

BANGLADESH માં અનામત ચાલી રહેલી હિંસાના કારણે સરકારે 18 જુલાઈના રોજ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. હવે BANGLADESH સરકાર દ્વારા 10 દિવસ બાદ રવિવારે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાને લઈને દેશમાં ખૂબ જ અફરા તફરીનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે બાંગ્લાદેશના માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) રાજ્ય મંત્રી જુનૈદ અહમદ પલક દ્વારા ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા અંગે કહેવામાં આવ્યું છે, પરંતુ તેટલું જ નહીં તેમણે જાહેરાત કરી છે કે સેવાઓ પુનઃસ્થાપિત થયા પછી ત્રણ દિવસ સુધી તમામ વપરાશકર્તાઓને 5 GB ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

મળશે રોજના 5 GB FREE DATA

દેશમાં વધતી જતી હિંસા અને ફેક ન્યુઝને રોકવા માટે સરકાર દ્વારા ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી હતી, જેને હવે ફરી શરૂ કરવામાં આવી છે. તે સમયે ઇન્ટરનેટ સેવાઓ પર રોક લગાવતા કહેવામાં આવ્યું હતું કે – “દેશમાં વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.” પરંતુ હવે સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં સેવાઓ પુનઃસ્થાપિત થયા પછી ત્રણ દિવસ સુધી તમામ વપરાશકર્તાઓને 5 GB ઇન્ટરનેટ મફત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

BANGLADESH હિંસાનું કારણ શું?

BANGLADESH ને વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશમાં આઝાદી બાદથી આરક્ષણ પ્રથા અમલમાં છે. આ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકો માટે 30 ટકા, દેશના પછાત જિલ્લાના યુવાનો માટે 10 ટકા, મહિલાઓ માટે 10 ટકા, લઘુમતીઓ માટે 5 ટકા અને દિવ્યાંગો માટે 1 ટકા અનામતની જોગવાઈ હતી. આમ, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 56 ટકા આરક્ષણ હતું. વર્ષ 2018માં બાંગ્લાદેશના યુવાનોએ આ આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઘણા મહિનાઓના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકારે આરક્ષણ ખતમ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Pakistan : એકબીજા પર છોડ્યા મોર્ટાર શેલ અને આધુનિક હથિયારોથી ફાયરિંગ