-
Paris ની શેરીઓમાંથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી
-
ગણપતિના નારાથી Paris શહેર ગુંજી ઉઠ્યું
-
પ્રેક્ષકોએ આ અમૂલ્ય ક્ષણોને કેમેરામાં કેદ કરી
Ganesh Chaturthi in Paris : ભારતમાં Ganesh મહોત્સવ શરુ થઈ ગયો છે. ત્યારે ભારત Ganesh ઉત્સવમાં મનમોહિત જોવા મળી રહ્યું છે. ભારતના ખુણે-ખુણે Ganesh ની મુર્તિ જોવા મળી રહી છે. તો વિવિધ પ્રકારે Ganesh ની સ્થાપના પણ મંડપમાં કરવામાં આવે છે. હાલમાં, દેશભરમાં પર્યાવરણને પ્રદૂષિત ના કરે તે પ્રકારે ઈકોફ્રેન્ડલી Ganesh ની મુર્તિની સ્થાપના કરવામાં આવે છે. તે ઉપરાંત Ganesh ભગવાન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગણપતિના નારાથી Paris શહેર ગુંજી ઉઠ્યું
તો ભારત ઉપરાંત Paris માં પણ Ganesh ઉત્સવનો મહિમા જોવા મળી રહ્યો છે. વિદેશી લોકો પણ Ganesh ની આરાધનામાં મંત્રમુગ્ઘ થઈ રહ્યા છે. તે ઉપરાંત Paris ના રસ્તાઓ પર Ganesh જન્મોત્સવનું જશ્ન મનાવવામાં આવ્યું હતું. તો આ Ganesh ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકોની તાદાત જોવા મળી હતી. ભારતીય લોકો ઉપરાંત વિદેશી નાગરિકોએ પણ ગણપતિ બાપા મોરિયાના નારા લગાવીને Paris ના રસ્તાઓને ગુંજવ્યું હતું.
Ganesh Chaturthi in Paris pic.twitter.com/uOhk2sXYiJ
— Namami Bharatam (@Namami_Bharatam) September 8, 2024
આ પણ વાંચો: Snake Island! છેલ્લા 11 હજાર વર્ષથી સાપનું સામ્રાજ્ય છે આ દ્વીપ પર
Paris ની શેરીઓમાંથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી
ત્યારે Paris માંથી અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વિદેશી ધરતી પર Ganesh નું જોરશોરથી આગમન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લોકો Ganesh ઉત્સવમાં હર્ષ-ઉલ્લાસ સાથે ભાગ લઈ રહ્યા છે. વિદેશી નાગરિકો પણ ભારતીય પહેરવેશમાં Ganesh ઉત્સવમાં જોવી મળી રહ્યા છે. Paris ના રસ્તાઓ પર દરેક લોકો Ganesh ઉત્સવમાં મગ્ન જોવા મળી રહ્યા છે. લોકો એકબીજા સાથે મસ્તી-મજાક-નૃત્ય કરે છે.
પ્રેક્ષકોએ આ અમૂલ્ય ક્ષણોને કેમેરામાં કેદ કરી
બીજી તરફ Paris માંથી સૌથી આકર્ષિત કરતી વસ્તુ Paris ની શેરીઓમાંથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન Ganesh ની સુંદર મૂર્તિને શહેરની શેરીઓમાં લઈ જવામાં આવી હતી. શોભાયાત્રામાં યુવાનો, બાળકો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાર્થના કરી હતી. જેણે વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. પ્રેક્ષકોએ આ અમૂલ્ય ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.
આ પણ વાંચો: 92233720368547800 ડોલરનો માલિક બન્યો આ વ્યક્તિ, જાણો કારણ