+

Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ

Crew-9 Mission ને આજરોજ લોન્ચ કરવામાં આવ્યું સૌ પ્રથમ 4 અવકાશયાત્રીઓને જવાનું નક્કી કરવામાં આવ્યું SpaceX સાથે મળીને Crew-9 Mission એક રોટેશન મિશન NASA SpaceX Crew-9 Mission successfully launched :…
  • Crew-9 Mission ને આજરોજ લોન્ચ કરવામાં આવ્યું
  • સૌ પ્રથમ 4 અવકાશયાત્રીઓને જવાનું નક્કી કરવામાં આવ્યું
  • SpaceX સાથે મળીને Crew-9 Mission એક રોટેશન મિશન

NASA SpaceX Crew-9 Mission successfully launched : Sunita Williams અને Butch Wilmore ને ધરતી પર પરત લાવવા માટે NASA અને SpaceX એ હાથ મળાવ્યા હતાં. ત્યારે Sunita Williams અને Butch Wilmore ના ISS માંથી ધરતી ઉપર લાવવા માટે NASA SpaceX Crew-9 Mission તૈયાર કરાયું છે. જોકે આ NASA SpaceX Crew-9 Mission ને આ પહેલા બે અથવા ત્રણવાર મોફૂક રાખવામાં આવ્યું હતું. કારણે કે… ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Crew-9 Mission ને આજરોજ લોન્ચ કરવામાં આવ્યું

NASA SpaceX Crew-9 Mission ને આજરોજ લોન્ચ કરવામાં આવ્યું છે. NASA SpaceX Crew-9 Mission ની ફ્લોરિડાના કેપ કેનરવલમાંથી લોન્ચ કરાયું છે. NASA SpaceX Crew-9 Mission ના Dragon Capsule ની મદદથી લોન્ચ થયું છે. તે ઉપરાંત આ મિશન 24 સપ્ટેમ્બર 2024 ના લોન્ચ કરવાનું હતું. પરંતુ ફ્લોરિડાની નજીક આવેલા સાગરોમાં તોફાન હોવાને કારણે NASA SpaceX Crew-9 Mission સ્થગિત કરાયું હતું. જે બાદ ફરી એકવાર લોન્ચિંગ માટે 28 સપ્ટેમ્બરના રોજ આયોજન કરાયું હતું. પરંતુ ત્યારે પણ લોન્ચ ના કરી શકાયું.

સૌ પ્રથમ 4 અવકાશયાત્રીઓને જવાનું નક્કી કરવામાં આવ્યું

NASA SpaceX Crew-9 Mission માં સૌ પ્રથમ 4 અવકાશયાત્રીઓને જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, NASA SpaceX Crew-9 Mission માં માત્ર 2 લોકો સવાર છે. કારણ કે… NASA SpaceX Crew-9 Mission જ્યારે ધરતી પર પરત ફરે ત્યારે Sunita Williams અને Butch Wilmore ને સુરક્ષિત રીતે લાવી શકે. તો જે બે અવકાશયાત્રીઓને Crew-9 Mission માંથી પીછેહઠ કરાયા હતાં. તેમને અલગ મિશન સોંપવામાં આવ્યું છે. તો Crew-9 Mission ના કમાન્ડર જેના કાર્ડમેન, પાયલોટ નિક હેગ, મિશન નિષ્ણાત સ્ટેફની વિલ્સન અને એલેક્ઝેન્ડર હતાં.

આ પણ વાંચો: NASA-SpaceX એ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યૂ મિશન પર લગાવી રોક?

SpaceX સાથે મળીને Crew-9 Mission એક રોટેશન મિશન

પરંતુ હવે, Crew-9 Mission માં માત્ર બે પુરુષ સવાર છે. તેમાં રશિયન અવકાશયાત્રી એલેક્ઝેન્ડર અને પાયલોટ નિક હેગ છે. ત્યારે બંને મહિલાઓને પીછેહઠ કરવામાં આવી છે. ત્યારે તેમને અલગ મિશન માટે મોકલવામાં આવ્યા છે. તો પ્રથમ Crew-9 Mission ના પાયલક નિક હેગ હવે, Crew-9 Mission ના કમાન્ડર છે. Crew-9 Mission એ નાસાનો કોમર્શિયલ ક્રુ પ્રોગમનો ભાગ છે. ત્યારે SpaceX સાથે મળીને Crew-9 Mission એક રોટેશન મિશન છે.

Dragon Crew Capsule નું વજન 7700 કિલો છે

SpaceX ની Dragon Crew Capsule ની રચના પછી 46 વખત લોન્ચ કરવામાં આવી છે. 42 વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા કરી છે. 25 વખત રિફ્લાઇટ થઈ છે. આ Dragon Crew Capsule માં એક સાથે સાત અવકાશયાત્રીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ વિશ્વનું પહેલું ખાનગી અવકાશયાન છે, જે અવકાશયાત્રીઓ અને માલસામાનને અવકાશ સ્ટેશન પર સતત લઈ જઈ રહ્યું છે. Dragon Crew Capsule નું વજન 7700 કિલો છે.

આ પણ વાંચો: Spacewalk અંતરિક્ષના ઈતિહાસમાં પહેલીવાર કર્યું સામાન્ય માણસે, જુઓ…

Whatsapp share
facebook twitter