+

KUWAIT : AC ફાટતા લાગી ભીષણ આગ, એક ભારતીય પરિવાર થયો ભડથું

KUWAIT : કુવૈતમાંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુવૈતમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીય પરિવાર બળીને ખાખ થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કુવૈત એક ફ્લેટમાં ભીષણ…

KUWAIT : કુવૈતમાંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુવૈતમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીય પરિવાર બળીને ખાખ થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કુવૈત એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી જેમાં આ ભારતીય મૂળના લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. મળતી માહિતીના અનુસાર, આ પરિવાર ભારતના કેરળનો વતની હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

ફ્લેટમાં લાગેલી આગમાં કેરળનો પરિવાર હોમાયો

કુવૈતમાંથી હ્રદય કંપાવી દેનારી આ ઘટના સામે આવી છે. કુવૈતમાં ફ્લેટમાં પોલીસની પ્રાથમિક તપાસના અનુસાર, ફ્લેટમાં એર કંડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ પરિવાર ફ્લેટના બીજા માળે રહેતો હતો, પરંતુ આગમાં ફસાઈ ગયો હોવાથી બહાર આવી શક્યો ન હતો. મૃતક પરિવારની વાત કરવામાં આવે તો તે કેરળના અલપ્પુઝા જિલ્લાના નીરટ્ટુપુરમ ગામનો રહેવાસી હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકમાં પતિ મેથ્યુસ મુલક્કલ, પત્ની લીન અબ્રાહમ અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. મળતા અહેવાલના અનુસાર, મેથ્યુઝ મુલક્કલ ન્યૂઝ એજન્સી રોઇટર્સમાં કામ કરતા હતા, જ્યારે તેમની પત્ની લિન અલ અહમદી ગવર્નરેટની એડન હોસ્પિટલમાં સ્ટાફ નર્સ હતી. બંને બાળકો કુવૈતની ભવન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

KUWAIT માં પહેલા પણ બની ચૂકી છે આગની ઘટના

હ્રદય કંપાવી દેનારી ઘટના પર શોક વ્યક્ત કરતા ભારતીય દૂતાવાસે ચારેયના મૃતદેહને તેમના દેશમાં પરત મોકલવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી જયશંકરે પણ આગ પર શોક વ્યક્ત કર્યો છે.અહી નોંધનીય છે કે, જૂન 2024માં કુવૈતમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં લગભગ 45 ભારતીયો જીવતા દાઝી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ 45 ભારતીયોમાંથી 23 કેરળના હતા. 7 તામિલનાડુના, 2-2 આંધ્રપ્રદેશ અને ઓડિશાના, એક-એક બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના હતા. હવે કુવૈતમાંથી વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને કેરળના એક પરિવારનો ભોગ લીધો છે.

આ પણ વાંચો : Israel Attack On Yemen: ઈઝરાયેલે યમન દેશ પર કર્યો વિનાશકારી ડ્રોનનો વરસાદ

Whatsapp share
facebook twitter