+

DONALD TRUMP ઉપર હુમલો કરનાર વ્યક્તિના LAPTOP એ ખોલ્યું આ ચોંકાવનારું રહસ્ય

પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાએ આખા વિશ્વને ચોંકાવ્યું છે. DONALD TRUMP સાથે બનેલી આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પ ઉપર થયેલા હુમલા બાદ તરત જ તપાસનો…

પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાએ આખા વિશ્વને ચોંકાવ્યું છે. DONALD TRUMP સાથે બનેલી આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પ ઉપર થયેલા હુમલા બાદ તરત જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) હાલ ટ્રમ્પ ઉપર થયેલા હુમાલની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે ટ્રમ્પ ઉપર હુમલો કરનારા આરોપી મેથ્યુ ક્રૂક્સને લઈને નવા ખુલાસા સામે આવ્યા છે. મેથ્યુ ક્રૂક્સના લેપટોપમાંથી કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. MATTHEW CROOKS પાસેથી મળી આવેલા લેપટોપ પરથી જાણવા મળ્યું હતું કે તેણે આ ઘટનાને અંજામ આપતા પહેલા ગૂગલ પર સર્ચ કર્યું હતું કે ઓસ્વાલ્ડ કેટલા દૂર ઊભા હતા કેનેડીની હત્યા કરી?” તેમણે કહ્યું કે ઓસ્વાલ્ડ વાસ્તવમાં લી હાર્વે ઓસ્વાલ્ડનો સંદર્ભ હતો, જેમણે 22 નવેમ્બર, 1963ના રોજ ડલ્લાસમાં તત્કાલિન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હત્યા કરી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

MATTHEW CROOKS ના લેપટોપથી થયા ખુલાસા

DONALD TRUMP પર ગોળીબારના કરનારો આરોપી 20 વર્ષનો MATTHEW CROOKS હતો. ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળ ઉપર જ તેની ઉપર ગોળી ચલાવવામાં આવી હતી જેમાં તેનું મોત થયું હતું. પરંતુ હવે તેના લેપટોપમાંથી ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મળતી માહિતીના અનુસાર, ટ્રમ્પની રેલીમાં બંદૂક ચલાવનાર થોમસ મેથ્યુ ક્રૂક્સે દેખીતી રીતે 6 જુલાઈએ ગૂગલ પર આ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે ક્રૂક્સે આના એક અઠવાડિયા પછી પેન્સિલવેનિયાના બટલરમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો.

CROOKS અઠવાડિયા પહેલા રેલી સ્થળની મુલાકાતે ગયો હતો

વધુમાં તે પણ સામે આવ્યું છે કે, ક્રૂક્સ ઘટનાના એક અઠવાડિયા પહેલા રેલી સ્થળની મુલાકાતે ગયો હતો અને લગભગ 20 મિનિટ સુધી ત્યાં રહ્યો હતો. રેએ કહ્યું કે શૂટિંગના બે કલાકથી વધુ સમય પહેલા ક્રૂક્સે રેલી પ્લેટફોર્મથી લગભગ 11 મિનિટ સુધી 200 યાર્ડ દૂર ડ્રોન ઉડાડ્યું હતું. ઉપકરણનો ઉપયોગ લાઇવસ્ટ્રીમ અને ફૂટેજ જોવા માટે પણ થતો હતો.

ટ્રમ્પ ઉપર હુમલાનો હેતુ જાણી શકાયો નથી

ઉલ્લેખનીય છે કે, પેન્સિલવેનિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને રેલીમાં ભાગ લેનારનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. FBI ઑનલાઇન પ્રવૃત્તિઓની વિગતવાર સમયરેખા પણ તૈયાર કરી છે. જો કે ટ્રમ્પને નિશાન બનાવવામાં આવ્યા તેની પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. FBI હજુ પણ માને છે કે ક્રૂક્સે એકલા હાથે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : World IVF Day : વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હાલ શું કરે છે…?

Whatsapp share
facebook twitter