+

China : ડ્રેગનને લાગ્યો મોટો ઝટકો, વુહાન બંદર પર Nuclear Submarine ડૂબી

ચીનને લાગ્યો મોટો ઝટકો અણુશક્તિથી સજ્જ ચીનની નવી સબમરીન વુહાન પોર્ટ પર ડૂબી અમેરિકાએ આ ઘટનાની પુષ્ટિ કરી આજે વિશ્વમાં ચીન (China) પોતાના દેશની શક્તિ સતત વધારી રહ્યો છે. પણ…
  • ચીનને લાગ્યો મોટો ઝટકો
  • અણુશક્તિથી સજ્જ ચીનની નવી સબમરીન વુહાન પોર્ટ પર ડૂબી
  • અમેરિકાએ આ ઘટનાની પુષ્ટિ કરી

આજે વિશ્વમાં ચીન (China) પોતાના દેશની શક્તિ સતત વધારી રહ્યો છે. પણ તાજેતરમાં જે બન્યું છે તેનાથી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. અણુશક્તિથી સજ્જ ચીનની નવી સબમરીન મે અને જૂન મહિનામાં વુહાન પોર્ટ (Wuhan Port) પર ડૂબી ગઈ હતી. આ સમગ્ર માહિતી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ (American intelligence agencies) એ આપી છે. સુત્રોની માનીએ તો ડ્રેગન હાલમાં ન્યુક્લિયર સબમરીન (nuclear submarines) બનાવી રહ્યું હતું. તેનું નિર્માણ વુહાન પોર્ટ (Wuhan Port) પર ચાલી રહ્યું હતું. આ સમગ્ર મામલો સેટેલાઈટ ઈમેજ (Satellite Image) દ્વારા બહાર આવ્યો છે.

ચીનને મોટો ઝટકો

અમેરિકી નેવીને ટક્કર આપવા માટે સમુદ્રમાં પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તેની એક નવી પરમાણુ સબમરીન બાંધકામ દરમિયાન ડૂબી ગઈ હતી. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના લગભગ બે મહિના પહેલા વુહાન નજીક વુચાંગ શિપયાર્ડમાં થઈ હતી. અમેરિકાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ અમેરિકા પણ ચીનની મજા માણી રહ્યું છે. અમેરિકન અધિકારીએ કહ્યું કે, આ બેઇજિંગ માટે શરમજનક બાબત છે. જણાવી દઈએ કે ચીન પાસે હાલમાં દુનિયાની સૌથી મોટી નેવી છે. તેમની પાસે લગભગ 370 યુદ્ધ જહાજ છે. આ સિવાય તે ઝડપથી પરમાણુ સબમરીન બનાવવામાં વ્યસ્ત છે. અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ચીનની ફર્સ્ટ ક્લાસ ન્યુક્લિયર સબમરીન મે કે જૂનમાં ડૂબી ગઈ હતી. જો કે, વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે કોઈ માહિતી મળી નથી. અમેરિકન અધિકારીએ એ પણ નથી જણાવ્યું કે સબમરીન શા માટે ડૂબી ગઈ.

એકવાર ફરી ચીનના સૈન્ય ઉપકરણો પર સવાલો ઉભા થયા

ચીન પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આમાં પરમાણુ સંચાલિત સબમરીનનું નિર્માણ પણ સામેલ છે. જો કે, વુહાન પોર્ટ પર સબમરીન ડૂબી જવાની ઘટનાએ ફરી એકવાર ચીનના સૈન્ય ઉપકરણો પર સવાલો ઉભા કર્યા છે. પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર, ચીન પાસે પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ 6 સબમરીન છે. અણુશક્તિથી સજ્જ 6 એટેક સબમરીન છે. ડીઝલથી ચાલતી 48 એટેક સબમરીન છે. આ કાફલો 2035 સુધીમાં વધીને 80 થવાની ધારણા છે.

આ પણ વાંચો:  પૃથ્વી તરફ વાયુ વેગે આવી રહ્યા છે ખતરનાક Asteroids! વૈજ્ઞાનિકોએ આપી આ ભયનાક ચેતવણી

Whatsapp share
facebook twitter