- સિંગાપોરમાં PM Modi નું ભવ્ય સ્વાગત
- ઢોલીડા સાથે PM Modi નો ઢોલ વગાડતો વીડિયો વાયરલ
- લોકોએ PM મોદીને જોઇ ખુશી વ્યક્ત કરી
PM Modi News : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 સપ્ટેમ્બર બુધવારે સિંગાપોર (Singapore) પહોંચ્યા, જ્યાં NRI સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં પહોંચતા જ હોટલમાં તેમને આવકારવા ભીડ ઉમટી હતી. જ્યારે કેટલીક કલાપ્રેમી ભીડે ઢોલ વગાડવાનું શરૂ કર્યું, ત્યારે PM Modi એ પણ ડ્રમ વગાડી, અને તેમની આ ક્રિયા દ્વારા લોકોને આનંદિત કરી દીધા હતા.
સિંગાપોરના ચાંગઈ એરપોર્ટ પર આગમન
મોદી બ્રુનેઈથી સીધા ચાંગઈ એરપોર્ટ પર આવ્યા હતા, જ્યાં ભારતીય હાઈ કમિશનર શિલ્પક એમ્બુલે, સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર સિમોન વોંગ અને અન્ય અધિકારીઓએ તેમનું સન્માન કર્યું. સિંગાપોરની આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મળીને ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે. આ દરમિયાન બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર તેમના વિચારોનું આદામ પ્રદાન કરશે.
#WATCH | Prime Minister Narendra Modi tries his hands on a dhol. Members of the Indian diaspora welcomed PM Modi on his arrival in Singapore. pic.twitter.com/JBWG5Bnrzk
— ANI (@ANI) September 4, 2024
PM મોદીએ બ્રુનેઈની મુલાકાતમાં શું કહ્યું?
PM મોદીએ તેમના X પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ મહારાજ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળીને ખૂબ જ આનંદિત થયા હતા. તેમની સાથેની વાટાઘાટો વ્યાપક અને મહત્વપૂર્ણ રહી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની તક મળી. વડાપ્રધાને જણાવ્યું કે, અમે વેપાર સંબંધો, વ્યાપારી સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તારવા જઈ રહ્યા છીએ.
PM મોદીએ ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી
PM મોદીએ બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં ભારતીય હાઈ કમિશનની નવી ચાન્સરીનું ઉદ્ઘાટન પણ કર્યું. તેમજ ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ જયદીપ મજુમદારે જણાવ્યું કે, PM મોદીએ બ્રુનેઈના મહામહિમ સુલતાન સાથે રોયલ પેલેસમાં વ્યાપક ચર્ચા કરી, જેમાં સંરક્ષણ, વેપાર, રોકાણ, અવકાશ, ઉર્જા, આરોગ્ય, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોના વિસ્તૃત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી.
આ પણ વાંચો: PM મોદીની Brunei ના પ્રવાસનો આજે બીજો દિવસ, સુલતાન હસનલ બોલ્કિયા સાથે કરી મુલાકાત