Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જો બાયડનનો રશિયાના રાષ્ટ્રપતિ પર હલ્લાબોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ પુતિનને કહી દીધા ઠગ

07:05 AM Apr 29, 2023 | Vipul Pandya

આજે યુદ્ધનો 23મો દિવસ છે. રશિયા યુક્રેન પર સતત હવાઈ હુમલા કરી
રહ્યું છે. રશિયન સેના યુક્રેનના ઘણા શહેરોમાં પ્રવેશી ચૂકી છે. હજુ પણ ઘણા દેશો
રશિયા પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે
, પરંતુ રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને
ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું છે. તેણે પુતિનને
ખૂની સરમુખત્યાર અને ઠગ કહ્યા છે. આ જાણકારી યુક્રેનના મીડિયા કિવ ઈન્ડિપેન્ડન્ટે
આપી છે. અગાઉ બાયડને પુતિનને યુદ્ધ અપરાધી ગણાવી ચૂક્યા છે.


યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને
કહ્યું
, અમે રશિયા પર દબાણ વધારતા રહીશું જ્યાં
સુધી તે આ યુદ્ધનો અંત ન લાવે. અમે યુક્રેનિયન લોકોને જીવનરક્ષક સહાય આપવાનું ચાલુ
રાખીશું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે યુક્રેનિયન શહેર પર
રશિયન હુમલામાં માર્યા ગયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. જો કે
મંત્રાલયે માર્યા ગયેલા અમેરિકનની ઓળખ
જાહેર કરી ન હતી. યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા આ બીજો અમેરિકન નાગરિક છે.
પત્રકાર અને ફિલ્મ નિર્માતા બ્રેન્ટ રેનોડનું પણ ગયા અઠવાડિયે અવસાન થયું હતું. 
તો બીજી તરફ ચર્નિહિવ પોલીસે ફેસબુક
પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેર ભારે આર્ટિલરી ફાયર હેઠળ હતું અને નાગરિક
જાનહાનિમાં અમેરિકન નાગરિકો હતા. સ્થાનિક ગવર્નર વ્યાચેસ્લાવ ચૌસે ગુરુવારે
યુક્રેનિયન ટીવીને જણાવ્યું હતું કે ચેર્નિહિવ રાજધાની કિવની ઉત્તરે આવેલું છે અને
છેલ્લા
24 કલાકમાં 53 મૃતદેહોને શબઘરમાં ખસેડવામાં આવ્યા છે. જેઓ રશિયન હવાઈ હુમલા અને જમીની કાર્યવાહીમાં માર્યા ગયા છે.

 

ઉલ્લેખનિય છે કે  વિશ્વની ટોચની સાત અર્થવ્યવસ્થાઓના ગૃપ G-7 ના વિદેશ પ્રધાનોએ રશિયાને
આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશનું પાલન કરવા માટે આહ્વાન કર્યું છે
જેમાં રશિયાને યુક્રેન પરના હુમલાઓને
રોકવા માટે કહેવામાં આવ્યું છે અને સેના પાછી ખેંચી લેવાનું કહેવામાં આવ્યું છે.
G-7 ગૃપના ટોચના રાજદ્વારીઓએ એક સંયુક્ત નિવેદનમાં
માર્યુપોલ સહિતના શહેરોના રશિયન ઘેરાબંધીની નિંદા કરી અને હુમલાઓને નાગરિકો પર
અંધાધૂંધ હુમલો ગણાવ્યો હતો.