કેલિફોર્નિયામાં રહેતા બ્રાયન જોનસન (Brian Johnson) મનુષ્યની પ્રકૃતિની વિરૂદ્ધ વધતી ઉંમર સાથે જવાન થઈ રહ્યો છે. બ્રાયન એક કરોડપતિ બિઝનેઝમેન અને ઉદ્યોગસાહસિક છે. બ્રાયન બાયોટેક કંપની કાર્નેલ્કોના માલિક છે અને તેમની જ કંપની બ્લૂપ્રિંટ નામથી એક પ્રોજેક્ટ ચલાવ રહ્યો છે. આ પ્રોજેક્ હેઠળ બ્રાયન જોનસન પોતાની વધતી ઉંમર છતાં પોતાની જવાનીને જાળવી રાખી પોતાના શરીરને વધુ યુવાન બનાવવા પર કામ કરી રહ્યો છે.
વધતી ઉંમર સાથે થાય છે જવાન
બ્રાયન જે પદ્ધતિથી પોતાને યુવાન બનાવી રહ્યો છે તેમાં માણસના શરીરના અલગ-અલગ ભાગોને યુવાન બનાવવામાં આવે છે એટલે કે વધતી ઉમર છતાં શરીરના તે ભાગને ટ્રીટમેન્ટથી એવો બનાવી દે છે કે તે બિલકુલ એક કિશોર કે યુવાનના શરીરના ભાગની જેમ કામ કરે છે.
ઉંમર વધવાની ગતી ઘટાડવામાં આવે છે
મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રાયન કહે છે કે તે 18 વર્ષના યુવાન બનવા માંગે છે. જો આપણે ઉંમર વધવાની ગતિને ઘટાડી દઈએ અને તે સાથે રિવર્સ કરી દઈએ તો માનવનો અર્થ જ બદલી જશે. બાયોલોજીકલી તે 100 વર્ષના છે પણ તેમની બાજુઓ અને કાનની ઉંમર 64ની છે. જ્યારે ફિટનેસ ટેસ્ટ પ્રમાણે તેમનું શરીર એક 18 વર્ષ યુવાન જેવું છે તેમના હાર્ટનો ટેસ્ટ બતાવે છે કે તે 37નું છે અને તેનો ડાયાફ્રમની સ્ટ્રેન્થ બતાવે છે કે તે 18ના છે.
કેટલો ખર્ચો થાય છે?
રિપોર્ટ પ્રમાણે બ્રાયન જોનસન એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે જેનો હેતુ છે મનુષ્યના એપિજેનેટિક કોન્સ્ટિટ્યૂશનમાં ફેરફાર કરીને તેમના શરીરના અંગોની વધતી ઉંમરને કાં તો ધીમી કરી દેવી કે ફરી તેમને રિવર્સ કરી દેવી તેના માટે બ્રાયન પોતે આ રિસર્ચનો ભાગ છે અને પોતાના જ પર બધા પ્રયોગો કરી રહ્યાં છે. બ્રાયનને જવાન કરવા માટે કુલ 30 મેડિકલ પ્રોફેશનલની ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે. ખર્ચની વાત કરીએ તો આ પ્રોજેક્ટ માટે દરેક વર્ષે લગભગ 16 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : નેધરલેન્ડના આ શખ્સે 550 વખત સ્પર્મ ડોનેટ કર્યુ, આખરે કોર્ટે મુકી દીધો પ્રતિબંધ