Joe Biden Covid Positive : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી (The US presidential Election) નો સમયગાળો શરૂ થઈ ગયો છે. આ સમગ્ર ચૂંટણી દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) ની ઉંમર અને સ્વાસ્થ્ય (Health) ને લઈને ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધીના તમામ મતદાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Former President and Republican Party candidate Donald Trump) સરળતાથી બાઈડેનથી પાછળ રહેતા જોવા મળે છે. જો કે હવે જો બાઈડેન માટે બીજી સમસ્યા ઉભી થઈ છે. તે કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. હવે બાઈડેનને કોરોના હોવાના કારણે ડેમોક્રેટ્સનું ટેન્શન વધી ગયું છે.
બાઈડેન ફરી એક વાર કોરોનાથી સંક્રમિત
એક તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે તો બીજી તરફ દેશના રાષ્ટ્રપતિ જો બાઈડેન માટે ખરાબ સમાચાર છે. રાષ્ટ્રપતિ બાઈડેન ફરી એકવાર કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આની પુષ્ટિ કરતા, વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હવેથી તે પોતાનું કામ આઈસોલેશનમાં રહીને જ કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે જણાવ્યું હતું કે બાઈડેન લાસ વેગાસમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ પછી તેમને થોડી અસ્વસ્થતા લાગી. તેમનામાં કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. જો કે, બાઈડેનને કોવિડ સામે રસી આપવામાં આવી છે. બાઈડેન ડેલવેર પરત ફર્યા છે, જ્યાં તે આઈસોલેશનમાં રહેશે. પિયરના જણાવ્યા અનુસાર, અચાનક બાઈડેનનું નાક વહેવા લાગ્યું અને ઉધરસ બંધ થઈ રહી ન હોતી. હાલમાં તેમને એન્ટી વાઈરલ દવા પેક્સલોવિડ આપવામાં આવી રહી છે.
Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC
— ANI (@ANI) July 17, 2024
રાષ્ટ્રપતિ જો બાઈડેનના ડૉક્ટરે શું કહ્યું?
રાષ્ટ્રપતિ જો બાઈડેનના ડૉક્ટર કેવિન ઓ’કોનોરે જણાવ્યું હતું કે બાઈડેનને હાલમાં વહેતું નાક અને ઉધરસ જેવા હળવા લક્ષણો છે. તે થાક પણ અનુભવી રહ્યા છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ બાઈડેનને એન્ટી વાઈરલ દવા પેક્સલોવિડ આપવામાં આવી છે. તેણે તેનો પહેલો ડોઝ લીધો છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે તે રાષ્ટ્રપતિની સ્થિતિ વિશે નિયમિત માહિતી આપતું રહેશે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં જો બાઈડેન કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં, તેઓ થાક અને ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે, જે કોરોનાના હળવા લક્ષણો છે. તે હવે ડેલવેર પરત ફરશે જ્યાં તે પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરશે.
I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes.
I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.
— President Biden (@POTUS) July 17, 2024
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આ બીજી વખત છે જ્યારે તેઓ કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. આ પહેલા વર્ષ 2022માં પણ તે કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. નોંધનીય છે કે કોરોનાની રસી આવ્યા બાદ આ રોગચાળામાં મોટો ઘટાડો થયો હોવા છતાં પણ લોકો સમયાંતરે તેનો શિકાર બની રહ્યા છે. જોકે, રસીકરણ બાદ રાષ્ટ્રપતિ બાઈડેનની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો – ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping ને આવ્યો સ્ટ્રોક !
આ પણ વાંચો – US: ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સની ભારતીય પત્ની….