Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે એલિયન્સને જોવા NASA માટે ડાબા હાથનો ખેલ!

11:16 PM Jul 09, 2024 | Hardik Shah

NASA : આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આ બ્રહ્માંડ (Universe) માં શું આપણા સિવાય કોઇ અન્ય ગ્રહો (Planet) માં જીવન હશે ખરા? ઘણી ફિલ્મોમાં તમે એલિયન્સ (aliens) ની વાર્તાઓ જોઇ જ હશે કે આ બ્રહ્માંડમાં ક્યાક તો એલિયન્સ હશે જ. વિજ્ઞાન આ વાતને અશક્ય માનતું નથી. એ દિવસ દૂર નથી જ્યારે એલિયન્સ જિજ્ઞાસા નહીં પણ આપણા માટે સામાન્ય બાબત બની જશે. અમેરિકન સ્પેસ એજન્સી NASA એ એક અદ્ભુત શોધ કરી છે. તેમણે એક ટેલિસ્કોપ બનાવ્યો છે જે એલિયન્સને શોધી શકે છે.

aliens

નાસાનું ચમત્કારીક ટેલિસ્કોપ

નાસા (NASA) ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેલિસ્કોપના મદદથી તેઓ 2050 સુધીમાં એવા ગ્રહને શોધી લેશે જ્યાં જીવન છે, એટલે કે એલિયન્સ રહે છે. નાસાના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં એવા ગ્રહોની શોધ તેજ કરી છે જ્યાં એલિયન્સ રહે છે અને તે માટે તેમને એક મોટી સફળતા પણ મળી છે. નાસાની ટીમે એલિયન હન્ટિંગ ટેલિસ્કોપ બનાવ્યું છે, જે હેબિટેબલ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી (HWO) તરીકે ઓળખાય છે અને તે 2040 ની આસપાસ લોન્ચ કરવાનું આયોજન છે. તેમનો મુખ્ય હેતુ બ્રહ્માંડમાં એવા ગ્રહોને શોધવાનો છે જ્યાં જીવન છે, આપણા સૌરમંડળની બહારના ગ્રહો પર જીવનના સંકેતો શોધવાનું છે. નાસાના અધિકારીઓનું માનવું છે કે આટલા મોટા બ્રહ્માંડમાં માત્ર આપણે જ નથી. ઘણા ગ્રહો હશે જ્યાં જીવન છે અને તેઓ માનવીઓ જેવા છે. જેના માટે જિજ્ઞાસા છે કે તેઓ માનવીઓ કરતાં કેટલા વિકસિત છે? તેમના શરીરની રચના, વાણી અને વિજ્ઞાન કેટલા અલગ છે? આ પ્રોજેક્ટ પર કામ કરતા વિજ્ઞાનીઓએ સૂર્ય જેવા તારાઓની નજીક આવેલા લગભગ 25 પૃથ્વી જેવા ગ્રહોને ઓળખ્યા છે. નાસાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. જેસી ક્રિશ્ચિયનસેનના મતે, HWO સૂર્ય જેવા તારાના વસવાટયોગ્ય ક્ષેત્રમાં આવેલા ગ્રહોના વાતાવરણમાં જીવનના સંકેતો શોધી શકે છે. આ ટેલિસ્કોપ પૃથ્વીના કદના ગ્રહોને શોધવામાં મદદ કરશે જે અન્ય તારાઓની પરિક્રમા કરે છે.

NASA

એલિયન સિગ્નલ ટૂંક સમયમાં જોવા મળશે

ન્યૂ સાયન્ટિસ્ટ સાથે વાત કરતાં, ક્રિશ્ચિયનસેને કહ્યું કે, “હું માનું છું કે ટૂંક સમયમાં જ આપણે એવી વાત જાહેર કરીશું જે અત્યાર સુધી માત્ર કલ્પના હતી. આપણે જાણીએ છીએ કે આ જગતમાં આપણે એકલા નથી. સૂર્ય જેવા ઘણા તારાઓ અસ્તિત્વ ધરાવે છે, જેની આસપાસ પૃથ્વી જેવા ગ્રહો છે અને જ્યાં જીવન હોઈ શકે છે. ટૂંક સમયમાં સુપર હબલની મદદથી આવા ગ્રહોની શોધ કરવામાં આવશે.” નાસાની આ પ્રોજેક્ટ ટીમમાં ખગોળશાસ્ત્રીઓ, ભૌતિકશાસ્ત્રીઓ, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ માટે ગત જાન્યુઆરીમાં ન્યૂ ઓર્લિયન્સમાં એક બેઠક યોજાઈ હતી. ક્રિશ્ચિયનસેને વધુમાં જણાવ્યું કે જો અમારી યોજના સફળ થશે, તો 2040માં તેના લોન્ચ થયા પછી તરત જ બીજા ગ્રહો પર જીવનના પુરાવા મળી શકે છે.

આ પણ વાંચો – SINGAPORE: ભારતના એક યુવકને મળી 13 વર્ષની જેલ અને 9 કોરડાની સજા,જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો – Harvard University Aliens Report: આપણી વચ્ચે જ એલિયન્સ રહી રહ્યા છે! વૈજ્ઞાનિકોએ કર્યું જાહેર