Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લો બોલો! હવે આ દેશમાં જોવા મળશે Porn Passport! જાણો કેમ જરૂરિયાત પડી અને કેવી રીતે કરે છે કામ

10:30 PM Jul 04, 2024 | Hardik Shah

Porn Passport News : એક વિશિષ્ટ પહેલ હેઠળ, આ દેશમાં પોર્ન પાસપોર્ટ (Porn Passport) રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ અનેક કારણો છે અને તે કેવી રીતે કામ કરે છે તે જાણવું મહત્વપૂર્ણ છે. જેમ જેમ ઈન્ટરનેટ દરેક માટે સુલભ થઈ ગયું છે, તેમ તેને લગતી સમસ્યાઓ પણ વધી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ઈન્ટરનેટ પર દરેક વ્યક્તિ માટે દરેક માહિતી ઉપલબ્ધ છે. જો કે આ ઘણું સારું છે પરંતુ બાળકોના કિસ્સામાં તે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે બાળકો ઇન્ટરનેટ દ્વારા પોર્નોગ્રાફી સરળતાથી એક્સેસ કરી શકે છે. ઘણી વખત આવી લિંક્સ અજાણતા પણ ક્લિક થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકોને પોર્નોગ્રાફીથી બચાવવા માટે એક દેશે અનોખી પહેલ કરી છે.

પોર્ન પાસપોર્ટ શું છે ?

આ દેશનું નામ સ્પેન છે જેણે પોર્ન પાસપોર્ટ રજૂ કર્યો છે. આ વાસ્તવમાં એક મોબાઈલ એપ્લિકેશન છે જેનું સત્તાવાર નામ ‘ડિજિટલ વોલેટ બીટા’ રાખવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એપ બાળકોને પોર્નોગ્રાફી એક્સેસ કરવાથી બચાવશે. આ માટે એપમાં અનેક પ્રકારના ઓપ્શન આપવામાં આવ્યા છે. આ એપ્લીકેશન માત્ર યુઝરને ઓળખતી નથી પરંતુ તેની ઉંમર પણ વેરીફાય કરે છે. પરંતુ, શું તમે જાણો છો આ પોર્ન પાસપોર્ટ શું છે, તે કેવી રીતે કામ કરે છે આવો જાણીએ આ આર્ટિકલમાં…

એડલ્ટ કન્ટેન્ટ જોવા માટે તમારે પાસ લેવો પડશે

એક રિપોર્ટ અનુસાર, જે લોકો ઓનલાઈન પોર્ન જોવા ઈચ્છે છે, તેઓએ એડલ્ટ વેબસાઈટ્સ માટે માસિક પાસ લેવો પડશે. આ માટે તેઓએ તેમના સત્તાવાર ડિજિટલ આઈડીનો ઉપયોગ કરવો પડશે. આ માટે તેમણે પોતાના મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ બીટા એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ યુઝરની ઉંમર અને ઓળખની ચકાસણી કરશે. ઓળખ ચકાસણી માટે, યુઝર્સે તેમના આઈડી કાર્ડ, આરોગ્ય અથવા રહેઠાણ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે.

જાણો કેવી રીતે કામ કરે છે આ પોર્ન પાસપોર્ટ

આ પોર્ન પાસપોર્ટ સિસ્ટમમાં, યુઝર્સને તેમની ઉંમર પાત્રતા સાબિત કરવાની જરૂર પડશે. તેનાથી માત્ર પુખ્તવયના લોકો જ આ વેબસાઇટ્સ પર ઍક્સેસ મેળવી શકશે. આ સિસ્ટમ ડિજિટલ પાસપોર્ટ જેવી છે, જે દરેક યુઝર માટે અલગ અલગ હશે. આ એપ મોબાઈલ ફોન વોલેટની જેમ કામ કરે છે. જો યુઝર કોઈ એડલ્ટ વેબસાઈટને એક્સેસ કરવા ઈચ્છે છે, તો તેના માટે તેણે QR કોડ સ્કેન કરવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેરિફિકેશન પછી યુઝર્સને 30 ક્રેડિટ્સ મળશે, જેનો ઉપયોગ એક મહિના માટે એડલ્ટ કન્ટેન્ટ એક્સેસ કરવા માટે કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ આવી વધુ સામગ્રી જોવા માંગે છે તો તે વધારાની ક્રેડિટ માટે વિનંતી કરી શકે છે. વેબ પેજ યુઝરનો ડેટા સ્ટોર કરતા નથી, આ માટે યુઝર્સે દર મહિને પાસ રિન્યુ કરવાનો રહેશે. આ પોર્ટલ દ્વારા પોર્ન વેબસાઇટ્સ પર જોવામા આવતી સામગ્રીને ચોક્કસ ઉંમરથી ઓછી વયના યુઝર્સ માટે અવરોધિત કરવામાં આવશે. આ પગલું એક નવીન અને સકારાત્મક પહેલ છે, જે યુવાપેઢીને અસ્વસ્થ અને અયોગ્ય સામગ્રીથી બચાવવામાં મદદરૂપ થશે.

શા માટે જરૂર પડી, સ્થિતિ કેટલી ગંભીર છે?

બાળકો અને કિશોરોને અનિચ્છનીય સામગ્રીથી દૂર રાખવા અને તેમના માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ વેરિફિકેશન ફક્ત સ્પેનમાં એડલ્ટ પ્લેટફોર્મ માટે જ હશે. વધતા ઓનલાઈન પોર્નોગ્રાફીના પ્રવાહને કારણે, નિર્દોષ યૂઝર્સની સુરક્ષા અનિવાર્ય બની ગઈ છે. આ પોર્ન પાસપોર્ટ પરિપક્વ વયના લોકો અને નાના બાળકો વચ્ચેની લાઇનને સ્પષ્ટ કરે છે, જેથી તેઓ અનિચ્છનીય સામગ્રી સુધી ન પહોંચે. એક અંદાજ મુજબ, સ્પેનમાં 11 થી 13 વર્ષની વયના અડધાથી વધુ બાળકો પોર્નોગ્રાફી જુએ છે. આને રોકવા માટે નિયમો બનાવવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 વર્ષમાં બાળકો દ્વારા યૌન શોષણની ઘટનાઓમાં 116 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્પેને આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો – આ દેશના રાષ્ટ્રપતિએ Porn પર લગાવ્યો પ્રતિબંધ

આ પણ વાંચો – પટના રેલ્વે સ્ટેશન પર ચાલેલા Porn વીડિયો પર હવે તે જ ફિલ્મની Adult સ્ટારે બોલ્ડ ફોટા સાથે કર્યું ટ્વીટ