+

પાકિસ્તાનમાં Heat Stroke! કરાચીમાં જ 450 લોકોના મોત

Heat Stroke in Pakistan : જો તમે વિચારી રહ્યા છો કે ગરમીથી માત્ર ભારતના લોકો જ પરેશાન છે તો એક વખત પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ પણ જોવી જોઇએ. અહીં આકરી…

Heat Stroke in Pakistan : જો તમે વિચારી રહ્યા છો કે ગરમીથી માત્ર ભારતના લોકો જ પરેશાન છે તો એક વખત પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ પણ જોવી જોઇએ. અહીં આકરી ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. એક દાવા અનુસાર, પાકિસ્તાન (Pakistan) ના સૌથી મોટા શહેર કરાચી (Karachi) માં છેલ્લા 4 દિવસમાં કાળઝાળ ગરમી (Scorching Heat) ના કારણે ઓછામાં ઓછા 450 લોકોના મોત (450 people have died) થયા છે. હીટસ્ટ્રોકના કારણે સેંકડો લોકો હોસ્પિટલમાં દાખલ છે.

heatwave in karachi

heatwave in karachi

પાકિસ્તાનમાં ગરમી ચરમસીમાએ પહોંચી

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોવાઇ રહી છે. ઘણા રાજ્યો એવા છે જ્યા ઉકળાટના કારણે લોકો પરેશાન થઇ ગયા છે. જોકે, ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. પણ જો આપણે પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીં સ્થિતિ ઘણી ખરાબ છે. પાકિસ્તાનની એક મોટી એનજીઓએ બુધવારે માહિતી આપી કે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં છેલ્લા ચાર દિવસમાં કાળઝાળ ગરમીના કારણે ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા છે. કરાચીમાં શનિવારથી જ ભારે ગરમી પડી રહી છે અને બુધવારે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે સતત વધી રહેલું તાપમાન ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે.

Pakistan Heat Wave

Pakistan Heat Wave

ભીષણ ગરમી વચ્ચે પાવર કટ

પાકિસ્તાનમાં જ્યા ઉનાળાની ગરમી અને એમા પણ ખરાબ વ્યવસ્થાએ જનતા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. ફાઉન્ડેશનના વડા ફૈઝલ એધીએ જણાવ્યું હતું કે, ‘અમે કરાચીમાં ચાર શબઘર ચલાવીએ છીએ અને અમે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ જ્યાં અમારા શબઘરમાં વધુ મૃતદેહો રાખવા માટે જગ્યા બચી નથી.’ ઈધી ટ્રસ્ટ એ પાકિસ્તાનની સૌથી મોટી કલ્યાણ સંસ્થા છે અને તે ગરીબ, બેઘર, અનાથ, ત્યજી દેવાયેલા શિશુઓ અને પીડિત મહિલાઓને વિવિધ મફત અથવા સબસિડીવાળી સેવાઓ પૂરી પાડે છે.

Heat Stroke

Heat Stroke

હોસ્પિટલોમાં દરરોજ લોકોનો ધસારો

ફૈઝલ એધીએ કહ્યું કે, ‘દુઃખની વાત એ છે કે આમાંના ઘણા મૃતદેહો એવા વિસ્તારોમાંથી આવ્યા છે જ્યાં આ તીવ્ર ગરમીમાં પણ પાવર કટ છે. તેમણે કહ્યું, ‘અત્યંત ગરમીને કારણે તેઓ પરેશાન થયા કારણ કે આ લોકો તેમનો આખો દિવસ ખુલ્લામાં વિતાવે છે.’ તેમણે આગળ કહ્યું, ‘પરંતુ માત્ર સરકારી હોસ્પિટલ અથવા જ્યાં તેમને શરૂઆતમાં લઈ જવામાં આવ્યા હતા તે જ તમને મૃત્યુનું સાચું કારણ કહી શકે છે.’ તેમણે જણાવ્યું કે એકલા મંગળવારે તેમના શબઘરમાં 135 મૃતદેહો આવ્યા હતા, જ્યારે સોમવારે 128 મૃતદેહો આવ્યા હતા.

આ પણ વાંચો – Monsoon Update : દેશમાં મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન, અહીં અપાયું Red Alert

આ પણ વાંચો – IMD Rainfall Update: હવામાન વિભાગે 27 થી 30 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની કરી આગાહી

Whatsapp share
facebook twitter