+

NASA : ચેતજો આજે…વિમાનના કદનો લઘુગ્રહ…!

NASA : વિમાનના કદનો એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) એ પણ એલર્ટ જાહેર કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટરોઇડનું કદ લગભગ…

NASA : વિમાનના કદનો એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) એ પણ એલર્ટ જાહેર કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટરોઇડનું કદ લગભગ 99 ફૂટ જેટલું છે. ચેતવણી જારી કરવામાં આવી છે કે આ એસ્ટરોઇડ 11 જૂને સાંજે 4:30 વાગ્યે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. આ લઘુગ્રહ લગભગ 30 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. નાસાની ટીમે આ એસ્ટરોઇડને 2024 CR9 નામ આપ્યું છે.

આવી જ ઘટના 52 હજાર વર્ષ પહેલા પણ બની હતી

અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે આવી જ ઘટના 52 હજાર વર્ષ પહેલા પણ બની હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમાન કદનો એક લઘુગ્રહ આપણી પૃથ્વી સાથે અથડાયો હતો. પછી વિનાશ સર્જાયો હતો. જો આવી ઘટના ફરીથી બનશે તો પૃથ્વીમાં 2.2 કિલોમીટર લાંબો અને 467 મીટર ઊંડો ખાડો સર્જાશે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઘણી ઓછી છે. મોટાભાગે આ એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાની સંભાવના છે.

જો કોઈ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો શું થશે?

નાસાએ એમ પણ કહ્યું કે 7.4 મિલિયન કિમી દૂરથી પૃથ્વી તરફ આગળ વધી રહેલા આ એસ્ટરોઇડનું કદ 330 મીટર પહોળું અને 750 મીટર લાંબું છે. જો આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે તો તે પૃથ્વી પર 424 મેગાટન જેટલી ઊર્જા છોડશે. આનાથી તબાહી થઈ શકે છે અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામી શકે છે. નજીકની ઇમારતો પડી શકે છે.

એસ્ટરોઇડ શું છે?

એસ્ટરોઇડ ખરેખર એક ખડક છે. તેનું પોતાનું કોઈ વાતાવરણ નથી. તે ચોક્કસપણે આપણા સૌરમંડળનો એક ભાગ છે, પરંતુ તે ન તો ગ્રહ કે ઉપગ્રહની શ્રેણીમાં આવે છે. તે આપણા સૌરમંડળમાં સતત ફરતું રહે છે. એસ્ટરોઇડના કદમાં પણ નોંધપાત્ર તફાવત છે. તેમનો વ્યાસ એક કિલોમીટરથી લઈને હજાર કિલોમીટર સુધીનો હોઈ શકે છે.

આ પહેલા નાસાએ અન્ય એક એસ્ટરોઈડ વિશે પણ ચેતવણી આપી હતી

આ પહેલા નાસાએ અન્ય એક એસ્ટરોઈડ વિશે પણ ચેતવણી આપી હતી કે 21 એપ્રિલે 280 ફૂટ જેટલો મોટો એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ એસ્ટરોઇડને 2024 GM નામ આપવામાં આવ્યું હતું. જો કે, થયું એવું કે તે પૃથ્વીની નજીકથી પસાર થયું અને પછી ફરી પરત વળ્યું અને જ્યાંથી આવ્યું હતું તે જ દિશામાં ગયું.

આ પણ વાંચો—- સુનિતા વિલિયમ્સના નામે વધુ એક સિદ્ધિ, અંતરિક્ષમાં પહોંચતા જ કરવા લાગી ડાંસ, Video

Whatsapp share
facebook twitter