Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Saudi Arabia : હજયાત્રીઓ માટે આનંદો, આ તારીખથી શરુ થશે હજ, માર્ગદર્શિકા જાહેર કરાઈ…

10:32 AM Jun 07, 2024 | Dhruv Parmar

સાઉદી અરેબિયા (Saudi Arabia)એ જણાવ્યું કે હજ 14 જૂનથી શરુ થશે. અધિકૃત સાઉદી પ્રેસ એજન્સી (SPA) એ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે નિર્ધારિત કર્યું છે કે, ઇસ્લામિક કેલેન્ડરનો 12 મો અને અંતિમ મહિનો ધુ અલ-હિજાહ શુક્રવારથી શરુ થશે. હજ ઇસ્લામના પાંચ પાયામાંથી એક છે. મુસ્લિમો માટે ઓછામાં ઓછું એકવાર હજ ફરજિયાત છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સાઉદી હજ અને ઉમરાહ પ્રધાન તૌફિક અલ-રાબિયાએ જણાવ્યું કે, “વિશ્વના વિવિધ દેશોમાંથી લગભગ 1.2 મિલિયન હજયાત્રીઓ’ આ વર્ષની હજ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia) આવી ચૂક્યા છે.

જો નિયમોનો ભાગ કરશો તો…

હજ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia)એ આ વખતે એક નવી માર્ગદર્ષિકા બહાર પાડી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, હજ દરમિયાન નિયમો તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે, જો સાઉદી નાગરિકો, ત્યાંના રહેવાસીઓ અને હજ માટે જતા લોકો મક્કામાં હજના નિયમો અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેમણે $2,666 (2 લાખ 22 હજાર 651 રૂપિયા)નો દંડ ફત્કવામાં આવશે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ની સત્તાવાર સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે મક્કામાં હજના નિયમોનું ઉલ્લંઘન કરનારા સાઉદી અરેબિયા (Saudi Arabia)માં રહેતા વિદેશીઓને સાઉદી અરેબિયા (Saudi Arabia)થી પરત મોકલવામાં આવશે.

આ હજ માટેની માર્ગદર્શિકા છે…

આ વર્ષે હજ 14-19 જૂન વચ્ચે કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)એ ગયા મહિને જ હજ સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી. હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું હતું કે તમામ હાજીઓએ નુસુક હજ પ્લેટફોર્મ પરથી હજ પરમિટ મેળવવી જરૂરી છે. પરમિટ વિના હજ કરવું ગેરકાયદેસર ગણવામાં આવશે.

હજની અન્ય શરતો…

  • તમને રસી આપવામાં આવી છે કે નહીં તે જાણવા માટે Sehaty એપ્લિકેશન પર નોંધણી કરો.
  • સાઉદી અરેબિયા (Saudi Arabia)ની અંદર રહેતા લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં કોવિડ-19 રસી, ઈન્ફલ્યુએન્ઝા રસી અને મેનિન્જાઇટિસની રસી લીધી હોવી જોઈએ.
  • હજ માટે આવતા વિદેશીઓએ તેમના આગમનના ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અથવા છેલ્લા પાંચ વર્ષમાં Neisseria મેનિન્જાઇટિસની રસી લેવી જરૂરી છે. તેમનું પોલિયો રસીકરણ પણ જરૂરી છે.

હજ યાત્રાળુઓ માટે સામાન્ય શરતો

  • માન્ય પાસપોર્ટ.
  • ઓછામાં ઓછી 12 વર્ષની ઉંમર.
  • COVID-19, મોસમી ફ્લૂ અને મેનિન્જાઇટિસ માટેની રસીઓ.
  • હજયાત્રી તમામ ચેપી રોગોથી મુક્ત હોવાનું જણાવતું આરોગ્ય પ્રમાણપત્ર.

આ પણ વાંચો : વાહ રે China…જગવિખ્યાત વોટરફોલ પણ…..!

આ પણ વાંચો : Israel Attack On School: ગાઝામાં આવેલી એક શાળામાં ઈઝરાયેલ આર્મીનો 3 વાર હુમલો

આ પણ વાંચો : 2 વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન બન્યું મજબૂત, હુમલામાં રશિયાની ઓઈલ રિફાઈનરી અને ઈંધણના ડેપોને ઉડાવ્યું