+

China અને Pakistan ની જુગલબંધી, શાહબાઝ શરીફે ચીની જવાનોને આપ્યું આ આશ્વાસન…

પાકિસ્તાન (Pakistan) ગંભીર આર્થિક સંકટની ઝપેટમાં છે. પાકિસ્તાન (Pakistan) હંમેશા પૈસા માટે કટોરો લઈને અન્ય દેશોની સામે ઊભું રહે છે. પાકિસ્તાન (Pakistan)ને પણ ચીન (China) પાસેથી પૈસાની જરૂર છે. હવે…

પાકિસ્તાન (Pakistan) ગંભીર આર્થિક સંકટની ઝપેટમાં છે. પાકિસ્તાન (Pakistan) હંમેશા પૈસા માટે કટોરો લઈને અન્ય દેશોની સામે ઊભું રહે છે. પાકિસ્તાન (Pakistan)ને પણ ચીન (China) પાસેથી પૈસાની જરૂર છે. હવે આવા સમયે પાકિસ્તાન (Pakistan)ના PM શાહબાઝ શરીફ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ચીન (China) પહોંચ્યા છે. પાકિસ્તાન (Pakistan)માં ચીન (China)ના નાગરિકોની સુરક્ષાને લઈને ચર્ચા થઈ ત્યારે ચીન (China)માં શરીફની સામે મોટું સંકટ ઊભું થઈ ગયું. આ દરમિયાન શહેબાઝ શરીફે આશ્વાસન આપ્યું કે ચીની જવાનોને વારંવાર થતા આતંકવાદી હુમલાઓથી સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.

પાકિસ્તાન સરકારે પગલાં લીધાં…

પાકિસ્તાન (Pakistan)ની સરકારી સમાચાર એજન્સી ‘એસોસિએટેડ પ્રેસ પાકિસ્તાન’ના સમાચાર અનુસાર, પાકિસ્તાન (Pakistan)-ચીન (China) બિઝનેસ ફોરમને સંબોધિત કરતી વખતે શરીફે ચીની રોકાણકારોને તમામ સંભવ સુવિધાઓ અને ચીની કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે તેમની સરકારે પાકિસ્તાન (Pakistan)માં ચીની કામદારોના જીવનની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં લીધા છે.

‘તમારા પોતાના બાળકો કરતાં વધુ સુરક્ષા આપશે’

પાકિસ્તાન (Pakistan)ના PM શરીફે કહ્યું, “હું ચીની કામદારોના જીવનની સુરક્ષા માટે કોઈ કસર છોડીશ નહીં. હું ખાતરી આપું છું કે અમે તેમને અમારા પોતાના બાળકો કરતાં વધુ સુરક્ષા પૂરી પાડીશું. તે ફરી ક્યારેય નહીં થાય.” તેમણે માર્ચમાં પાકિસ્તાન (Pakistan)ના બેશમમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પાંચ ચીની જવાનો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા.

આ પણ વાંચો : યુક્રેનને હથિયારોના સપ્લાય કરવું ખતરનાક: VLADIMIR PUTIN

આ પણ વાંચો : Sunita Williams ત્રીજી વાર ભરી અંતરિક્ષની ઉડાન, રચ્યો ઇતિહસ

આ પણ વાંચો : US : ડોનાલ્ડ ટ્રમ્પને આ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે કેસની સુનાવણી પર રોક લગાવી…

Whatsapp share
facebook twitter